જામીનના બદલે નોકરી મામલે લાલુ યાદવને મોટો ઝટકો, કોર્ટે રાબડી દેવી સહિત 16 લોકો વિરુદ્ધ કર્ટે સમન્સ પાઠવ્યો
દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને અન્ય 14 વિરુદ્ધ સમન પાઠ્યો છે.
જમીનના બદલે નૌકરીના માામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ફરી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં આજે રાઉજ એવેન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને 14 અન્ય વિરુદ્ધ સમન પાઠવ્યુ છે. તેમની સામે સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જસીટ પર બાદ કોર્ટે આરોપીઓ વ્યક્તિઓને 15 માર્ચ માટે સમન પાઠવ્યુ છે.

તેમજ બીજી તરફ આ પહેલા સીબીઆઇના લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજુરી મળી ગઇ છે. આ મામલે સીબીઆઇએ કેન્દ્ર સરકાર પાસે કેસ ચલાવવાની મંજુરી માંગી હતી. તો 15 વર્ષ જુના કેસમાં આ મામલે સીબીઆઇએ ઓક્ટોબર 2022 માં લાલુ પ્રસાદ યાદવ અને તેની પત્ની રાબડી દેવી અને અન્ય 14 લોકો વિરુદ્ધ આરોપ દાખલ કર્યો હતો.
આ મામલો લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ મંત્રી હતા (2004-2009) ના કાર્યકાળ દરમિયાન અનિયમિતતાઓના આરોપ સંબંધિત છે. આરોપ છે કે, લાલુ પ્રસાદ યાદવે રેલ મંત્રી તરીકે જમીનના બદલે નોકરી લગાવવા માટે પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઇએ મે મહિનામાં તપાસ બાદ કેસ દાખલ કર્યો હતો. અને આ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને દિકરી સહિત અન્ય લોકોને આરોપી બનાવ્યા હતા. સીબીઆઇએ મે મહિનામાં દિલ્હી અને બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અે તેના પરિવારના સભ્યો માટે 17 ઠેકાણી રેડ કરી હતી.
સીબીઆઇએ જુલાઇમાં ભોલા યાદવની ધરપકડ કરી હતી. જે કથીત રીતે જમીના બદલે નોકરી મામલે લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા કથિત લેડવડ થઇ હતી. ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના ઓએસડી રહ્યો હતો. લાલુ યાદવ ત્યારે કેન્દ્રીય રેલ મંત્રી હતા. ત્યાર રેલવેમાં ભરતી ગોટાળો થયો હતો. કથિત રીતે ભોલા યાદવ જ ગોટાળાનો મુખ્ય સુત્રઘાર છે.












Click it and Unblock the Notifications
