
દિલ્હી સરકારે જમીન સંબંધિત ડેટા પોર્ટલ પર મૂકવાનું શરૂ કર્યું, છેતરપિંડી પર લગામ લાગશે!
નવી દિલ્હી, જૂન 25 : છેત્તરપિંડીથી સરકારી જમીનો ખાનગી સંસ્થાઓને હસ્તાંતરિક થયા બાદ હવે દિલ્હી સરકાર એક્શનમાં આવી છે. દિલ્હી સરકારે જાહેર જમીનોની છેતરપિંડીના કિસ્સાઓ વચ્ચે હવે આવા કૌભાંડોને રોકવા માટે તેના પોર્ટલ પર ગ્રામસભાઓ અને જમીન સંપાદન સંબંધિત ડેટા અપલોડ કરવાનું શરૂ કર્યું છે.
મહેસૂલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યું અનુસાર, અમે અમારા પોર્ટલ પર ગ્રામસભાની જમીન, સંપાદિત કરેલી જમીન અથવા સંપાદનની પ્રક્રિયામાં જમીન સંબંધિત ડેટા અપલોડ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યુ કે આ પગલાથી સબ-રજીસ્ટ્રારોને તે નક્કી કરવામાં મદદ મળશે કે તેમના દ્વારા નોંધાયેલ જમીન પહેલેથી જ સંપાદિત છે કે સંપાદન પ્રક્રિયા હેઠળ છે.
તમને જણાવી દઈએ કે જમીનને લઈને થતી હેરફેર બાબતે હવે દિલ્હી સરકાર સખ્તાઈથી કામ લઈ રહી છે. જેથી કરીને છેત્તરપિંડીની કિસ્સાઓ પર લગામ લગાવી શકાય. છેત્તરપિંડીની ફરિયાદો બાદ હવે દિલ્હી સરકાર તેના પર એક્શનમાં આવી છે.