• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમત્રી 2022 સનદી સેવાઓના તાલીમાર્થી અધિકારીઓને માર્ગદર્શન આપશે

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા નગર ખાતે સોમવાર તા. ૩૧ મી ઓક્ટોબરના રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશે.

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં શાનદાર અને ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે. આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ગણવેશધારી દળોના ૮ પ્લાટૂન જોડાશે, જેમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ધ્વજ વાહકો ભાગ લેશે. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે, તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૩૮૫ જેટલા કુશળ કલાકારો દેશના તમામ રાજય અને સંઘ પ્રદેશોના ઉજ્વળ સાંસ્કૃતિક વારસાની નૃત્ય સાથે સંગીતમય ઝાંખી કરાવશે. આ કલાકારો વિવિધ રાજયોના આગવા વસ્ર પરિધાન અને પરંપરાઓની નૃત્યમય પ્રસ્તુતિ કરી અનેકતામાં એકતાનો સંદેશ ફેલાવી એક ભારત, શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરશે.

ઉલ્લેખનિય છે કે, એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે છેલ્લા પાંચ વર્ષથી શિસ્તબધ્ધ અને ભવ્ય રીતે યોજાઈ રહેલી આ પરેડનું નેતૃત્વ ડી.વાય.એસ.પી. પી. જી. ધારૈયા કરી રહયાં છે. તેમના જણાવ્યા પ્રમાણે ઉપરોકત ગણવેશધારી દળોના અંદાજે ૯૦૦ થી વધુ જવાનો તેમના ગણવેશમાં એકતા પરેડમાં ભાગ લઈ સલામી આપશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સરદાર સાહેબના અવિસ્મરણીય પ્રવચનોના અંશોનું ધ્વની પ્રસારણ પણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય એકતા પરેડના સમાપન બાદ એકતા નગર ખાતે યોજાયેલી આરંભ : ૨૦૨૨ અંતર્ગત દેશની સનદી સેવાઓના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોનો પ્રારંભ સવારના ૮-૦૦ કલાકથી થશે.

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો : ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વખતે પ્રથમવાર ૨૪ યુધ્ધ વિમાનો સાથેનો એર શો યોજાનાર છે. જેમાં સૂર્યકિરણ ટીમના વિશ્વપ્રસિધ્ધ અને અતિ કુશળ વિમાન ચાલકો આકાશમાં રોમાંચક અને દિલધડક હવાઇ કરતબોનું નિદર્શન કરશે તે સમયે આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ જશે. નર્મદા જિલ્લા માટે આ નજરાણું પ્રથમવાર માણવા મળશે.

પરેડ મેદાનમાં જોવા મળશે રણનું જહાજ ઊંટ : ભારતીય સીમા સુરક્ષા દળ દેશની રેતાળ સરહદે સીમા રક્ષાની કપરી ફરજ બજાવે છે. તેમાં જવાનોની સાથે રણનું જહાજ ગણાતા ઊંટ બેડાની પણ ખૂબ જ અગત્યની ભૂમિકા છે. આ બેડાના શ્રેષ્ઠ અને કેળવાયેલા ઊંટો પહેલી જ વાર એકતા દિવસ પરેડમાં સહભાગી બનશે.

English summary
The Ekta Parade will feature innovative attractions including a heartwarming air-show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X