For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટર આઈડીને આધાર સાથે જોડતુ બિલ લોકસભામાં રજૂ, શશિ થરુરે ઉઠાવ્યા ગંભીર સવાલ

સરકારે આજે(20 ડિસેમ્બર)ના રોજ 'ચૂંટણી કાયદા(સુધારા) બિલ, 2021' લોકસભામાં રજૂ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સરકારે આજે(20 ડિસેમ્બર)ના રોજ 'ચૂંટણી કાયદા(સુધારા) બિલ, 2021' લોકસભામાં રજૂ કર્યુ છે. બિલમાં આધાર કાર્ડને વોટર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ છે. આ બિલ 2021 મતદાર સૂચિ ડેટાને આધાર સાથે જોડવાની અનુમતિ આપે છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ આ બિલને રજૂ કર્યુ છે. બિલના ડ્રાફ્ટને લઈને વિપક્ષી દળોએ આના પર ઘણા ગંભીર સવાલ ઉઠાવ્યા છે. બિલ રજૂ કર્યા બાદ સંસદમાં હોબાળાની સ્થિતિ પણ બની.

shashi tharoor

કોંગ્રેસ સાંસદે ઉઠાવ્યા ગંભીર સવાલ

આ બિલને લઈને કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરે લોકસભામાં સરકારને સવાલ કર્યો કે શું આ પગલાંથી તમે બિન-નાગરિકોને વોટ તો નથી આપી રહ્યાને. થરુરે કહ્યુ કે આધાર માત્ર નિવાસનુ પ્રમાણ હોય છે, તે નાગરિકતાનુ પ્રમાણ નથી. જો તમે મતદારો પાસે આધાર માંગી રહ્યા હોય તો તમને માત્ર એક દસ્તાવેજ મળી રહ્યો છે જે નાગરિકતા નથી પરંતુ તેનુ નિવાસ દર્શાવે છે. આમ કરીને તમે સંભવિત રીતે બિન-નાગરિકોને વોટ આપી રહ્યા છો.

શું છે બિલમાં

'ચૂંટણી કાયદા(સુધારા) બિલ, 2021'ને ગયા સપ્તાહે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યુ છે કે મતદાર સૂચિમાં પુનરાવર્તન અને નકલી મતદાન રોકવા માટે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. આમાં મતદાર સૂચિને પણ આધાર સાથે જોડવાનો પ્રસ્તાવ છે. માહિતી મુજબ આ હાલમાં વૈકલ્પિક હશે. લોકો પોતાના વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડે કે નહિ, એ તેની ઈચ્છા પર હશે. બિલમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં પત્ની શબ્દને પતિ/પત્ની શબ્દથી બદલવાનો પણ પ્રસ્તાવ છે, જેનનાથી કાયદો લિંગ તટસ્થ થઈ જાય છે.

English summary
The Election Laws Amendment Bill 2021 introduced in Lok Sabha Congress MP Shashi Tharoor raise question
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X