ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે, આ માંગણીઓ સ્વીકારશે તો જ પાછા જઈશું:દર્શન પાલ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. જો કે, ખેડૂતોના સંગઠનો હજુ સુધી આંદોલન સમાપ્ત કરવાના મૂડમાં નથી.
નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. જો કે, ખેડૂતોના સંગઠનો હજુ સુધી આંદોલન સમાપ્ત કરવાના મૂડમાં નથી. આજે ક્રાંતિકારી કિસાન સંઘના નેતા દર્શન પાલ સિંહે કહ્યું કે અમારું આંદોલન ચાલુ રહેશે. દર્શન પાલે કહ્યું કે, 22, 26 અને 29 નવેમ્બરના અમારા કાર્યક્રમો પહેલાની જેમ જ ચાલુ રહેશે. 22મીં એ લખનૌમાં રેલી થશે, ત્યારબાદ 26ના રોજ ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થતા સભા યોજાશે. ત્યારબાદ 29 માર્ચે સંસદ સુધી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે.

દર્શન પાલ સિંહે કહ્યું કે, કૃષિ કાયદા સિવાય અમારી પાસે કેટલાક મુદ્દાઓ છે. ખાસ કરીને એમએસપી અને ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા, વીજળી બિલ-2020, એર ક્વોલિટી ઓર્ડિનન્સ પાછું ખેંચવું અને જેમને જીવ ગુમાવ્યો છે તે અમારા સાથીઓ માટે સ્મારક માટે જગ્યા બાકી છે. અમને આશા છે કે સરકાર આ મુદ્દાઓને ઉકેલવા માટે બેઠક બોલાવશે.
બીજી તરફ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુનીએ કહ્યું કે, અમે ખેડૂતો માટે MSP લાગુ કરવા, ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા પોલીસ કેસ અને મૃત ખેડૂતોના પરિવારોને વળતર અંગે ચર્ચા કરીશું. હું ઈચ્છું છું કે સરકાર મૃતકોના પરિવારજનોને વળતર આપે. આ અંગે આવતીકાલે સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાશે.
Our programs for 22nd, 26th & 29th Nov will continue as usual. Lucknow rally on 22nd, a gathering on 26th when one yr (of farmers' agitation) will be marked across the nation & tractor march (to Parliament) on 29. Agitation will continue: Darshan Pal Singh, Krantikari Kisan Union pic.twitter.com/GnUG7Mq8hC
— ANI (@ANI) November 20, 2021
હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે કહ્યું કે, ભાજપ સરકારે હંમેશા ખેડૂતોના હિતમાં કામ કર્યું છે. ગુરુ નાનકના પ્રાગટ્ય પર્વ પર પીએમ મોદીએ ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોના હિતમાં એક કમિશનની રચના કરવામાં આવશે. આ કમિશનમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોના લોકો હશે, જે ખેડૂતોને લગતા નિર્ણયો લેશે. જેપી દલાલે વધુમાં કહ્યું કે, કાયદો રદ્દ કરવો એ જીત કે હારની વાત નથી. હું કહું છું કે, ખેડૂતો આપણા હંમેશા આદર અને સન્માનીય છે. અમારી સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં ક્યારેય પાછળ રહેતી નથી.












Click it and Unblock the Notifications
