ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જ્ગ્યા લેશે આધાર કાર્ડ, દરેક પ્રકારનું ટ્રાન્ઝેક્શન સંભવ

Subscribe to Oneindia News

હવે તમારે શોપિંગ કે કોઇ પણ પ્રકારની લેવડ-દેવડ માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરવાનો રહેશે અને તેના દ્વારા જ તમારી બધી લેવડ-દેવડ થશે.

aadhar

નોટબંધીના નિર્ણય બાદ મોદી સરકાર કેશલેસ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે દરેક પ્રકારની સંભવ મદદ કરી રહી છે. આના અનુસંધાનમાં ટૂંક સમયમાં બધા જ પ્રકારની ડિજિટલ લેવડ-દેવડને આધાર નંબર સાથે જોડવામાં આવી શકે છે.

adhar

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો હવે તમારે શોપિંગ કે કોઇ પણ પ્રકારની લેવડ-દેવડ માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરવાનો રહેશે અને તેના દ્વારા જ તમારી બધી લેવડ-દેવડ કરવાની રહેશે.

adhar

તમને જણાવી દઇએ કે સરકાર ડિજિટલ પેમેંટને મજબૂત કરવા ઇચ્છે છે અને નીતિ આયોગ આ અનુસંધનમાં ઘણા પગલાં ઉઠાવી રહી છે. આ અંતર્ગત કેશ ટ્રાંઝેક્શનને હતોત્સાહિત કરવા માટે નીતિ પણ બનાવવામાં આવી શકે છે. યુનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇંડિયાના ડાયરેક્ટર જનરલ અજય પાંડેએ જણાવ્યુ કે આધારથી જોડાયેલ ટ્રાંઝેક્શન કાર્ડ-રહિત અને પિન-રહિત હશે.

adhar

તેની મદદથી એંડ્રોઇડ મોબાઇલ ફોન યુઝર્સ પોતાના આધાર નંબર અને ફિંગર પ્રિંટ દ્વારા ડિજિટલ ટ્રાંઝેક્શન કરી શકશે. નીતિ આયોગ આના માટે દેશની બધી મોબાઇલ કંપનીઓ સાથે પણ વાતચીત કરી રહી છે. તમને જણાવી દઇએ કે 12 ડિજિટવાળો આધાર નંબર 1.08 લોકોને જારી કરી દેવામાં આવ્યો છે. સરકારનું કહેવુ છે કે દેશના 99% એડલ્ટ આધારના લિસ્ટમાંઆવી ચૂક્યા છે

English summary
The government is gearing up to facilitate Aadhaar number-enabled financial transactions through mobile phones
Please Wait while comments are loading...