For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

COVID-19 precaution dose : બૂસ્ટર ડોઝ અંગે સરકારે કરી મોટી જાહેરાત, હવે નહીં જોવી પડે 9 મહિના સુધી રાહ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ-19 સાવચેતીના ડોઝનું અંતર હાલના 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કર્યું છે.

|
Google Oneindia Gujarati News

COVID-19 precaution dose : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ-19 સાવચેતીના ડોઝનું અંતર હાલના 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ-19 સાવચેતીના ડોઝ માટેનું અંતર હાલના 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 16,159 નવા પોઝિટિવ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 16,159 નવા પોઝિટિવ કેસ નોંધાયા

આ દરમિયાન, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 16,159 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતાં 3,073 વધુ છે,એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારના રોજ જણાવ્યું હતું.

દેશમાં મંગળવારના રોજ 13,086 નવા પોઝિટિવ કેસ નોંધાયાહતા. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1,15,212 થઈ ગઈ છે.

રિકવરીનો દર હાલમાં 98.53 ટકા છે

રિકવરીનો દર હાલમાં 98.53 ટકા છે

દૈનિક કેસ પોઝિટિવિટી રેટ ગઈકાલે 2.90 ટકાથી વધીને આજે 3.56 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3.84 ટકા છે.

આરોગ્યમંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 15,394 કોવિડ દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને દેશમાં કોરોના મહામારીનીશરૂઆતથી અત્યાર સુધીમાં કુલ સ્વસ્થ થવાની સંખ્યા 4,29,07,327 થઈ ગઈ છે.

રિકવરીનો દર હાલમાં 98.53 ટકા છે. આ સમયગાળાદરમિયાન 28 દર્દીઓ વાયરસથી મૃત્યુ પામ્યા છે. દેશમાં મૃત્યુઆંક વધીને 5,25,270 થઈ ગયો છે.

1,98,20,86,763 ની સંચિત રસીના ડોઝ અપાયા છે

1,98,20,86,763 ની સંચિત રસીના ડોઝ અપાયા છે

છેલ્લા 24 કલાકમાં 4,54,465 જેટલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કરાયેલા ટેસ્ટની કુલ સંખ્યા વધીને 86.49 કરોડ થઈગઈ છે.

દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ, છેલ્લા 24 કલાકમાં 9,95,810 કોવિડ રસી આપવામાં આવી હતી. આજ સુધી 1,98,20,86,763ની સંચિત રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ રસીકરણ અભિયાનના સાર્વત્રિકકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર રાજ્યો અનેકેન્દ્રશાસિત પ્રદેશોને દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી અને સપ્લાય (મફત) કરશે.

English summary
COVID-19 precaution dose : The government made a big announcement about booster doses, no longer have to wait 9 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X