For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Protection of journalists : ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય, પત્રકારની સુરક્ષા માટે SOP તૈયાર કરાશે

|
Google Oneindia Gujarati News

Protection of journalists : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારની રાત્રે માફિયા અતીક અહમદ અને તેના ભાઇ અશરફની હત્યા થયા બાદ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. પત્રકારો માટે ગૃહ મંત્રાલય દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવશે. પત્રકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યા છે.

પોલીસ પૂછપરછ પછી, અતીક અને તેના ભાઈ અશરફને પોલીસ સુરક્ષા હેઠળ મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે મીડિયા પર્સન તરીકે દેખાતા ત્રણ હત્યારાઓએ ગોળીબાર કરીને બંનેની હત્યા કરી દીધી હતી, જેના પછી હવે ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે. આ સાથે આ અંગે SOP તૈયાર કરવા પણ જણાવ્યું હતું.

Protection of journalists

સમાચાર એજન્સી એએનઆઈએ રવિવારના રોજ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય પત્રકારોની સુરક્ષા માટે એસઓપી તૈયાર કરવા પર વિચાર કરી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય (MHA) પત્રકારોની સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા જઈ રહ્યું છે.

હુમલાખોરોએ પહેલાથી જ હત્યાની યોજના બનાવી હતી. આ માટે તે શનિવારના રોજ કેમેરા અને માઈક આઈડી લઈને મીડિયાની વચ્ચે આવ્યો હતો અને અતીક મીડિયાને જવાબ આપી રહ્યો હતો. આવા સમયે ત્રણેય શખ્સોએ બંને ભાઈઓને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

English summary
The Home Department has taken a big decision, SOP will be prepared for the protection of journalists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X