For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 4 ગુણ ધરાવતી પત્નીના પતિ હોય છે ભાગ્યશાળી

આચાર્ય ચાણક્યએ પણ સ્ત્રી અને પુરૂષના ગુણ અને ખામીઓ વિશે ઘણું કહ્યું છે. જો ચાણક્ય નીતિમાં જણાવેલી આ બાબતોને અપનાવવામાં આવે તો જીવન જીવતા જ સ્વર્ગ જેવું બની શકે છે.

|
Google Oneindia Gujarati News

દરેક સફળ વ્યક્તિની પાછળ એક મહિલાનો હાથ હોય છે, પરંતુ જો સ્ત્રી ઈચ્છે તો તે માત્ર તેના પતિનું જ નહીં, પરંતુ સમગ્ર પરિવારનું જીવન બદલી શકે છે. આચાર્ય ચાણક્યએ પણ સ્ત્રી અને પુરૂષના ગુણ અને ખામીઓ વિશે ઘણું કહ્યું છે. જો ચાણક્ય નીતિમાં જણાવેલી આ બાબતોને અપનાવવામાં આવે તો જીવન જીવતા જ સ્વર્ગ જેવું બની શકે છે. આજે આપણે જાણીએ ચાણક્ય નીતિમાં દર્શાવેલ મહિલાઓના એવા ગુણો વિશે, જે તેમના પતિને દરેક મુશ્કેલીમાંથી બચવામાં મદદ કરશે.

Chanakya

આવી પત્ની બદલી નાખે છે પતિનું ભાગ્ય

સ્ત્રી આખા કુટુંબની ધરી છે, જો તે શિક્ષિત, સંસ્કારી અને સદાચારી હોય તો આખો પરિવાર ખૂબ જ સુખી જીવન જીવે છે. આચાર્ય ચાણક્ય અનુસાર આવા પુરુષો ખૂબ ભાગ્યશાળી હોય છે, જેમની પત્નીમાં કેટલાક ખાસ ગુણ હોય છે. આવી સદ્ગુણી પત્ની જીવનમાં આગળ વધવાની પ્રેરણા તો બને જ છે, પરંતુ દરેક મુસીબતમાંથી બહાર આવવામાં પણ ઘણી મદદ કરે છે.

ધીરજ : દરેક વ્યક્તિ માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે, પરંતુ જો પત્ની ધીરજ ન રાખે તો સમસ્યાઓ અનેકગણી વધી જાય છે. જ્યારે ધીરજવાન પત્ની દરેક મુસીબતમાંથી બહાર આવવામાં પતિને ઘણી મદદરૂપ સાબિત થાય છે. તે દરેક પરિસ્થિતિમાં તેના પરિવારનું ધ્યાન રાખે છે.

સંતોષી : સંતોષ એ ખૂબ જ મહત્વપૂર્ણ ગુણ છે, અન્યથા લોભ વ્યક્તિને બરબાદ કરવામાં કોઈ કસર છોડતો નથી. જો પત્ની સંતોષી સ્વભાવની હોય, તો તે તેના પતિ માટે એક મહાન શક્તિ સાબિત થાય છે અને સૌથી મુશ્કેલ સમયને પણ સરળતાથી પાર કરી લે છે.

શાંત : સ્ત્રીના ક્રોધમાં દરેક વસ્તુને બાળીને રાખ કરવાની શક્તિ હોય છે, જ્યારે શાંત સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે પુરુષને તેના જીવનમાં સ્વભાવે શાંત પત્નીનો સાથ મળે છે, તે ઘણો ભાગ્યશાળી હોય છે. આવી પત્ની માત્ર ઘરમાં સુખ-શાંતિ જાળવતી નથી, પરંતુ તે પોતાના અને પરિવારના હિતમાં દરેક નિર્ણય સમજી વિચારીને લે છે.

મીઠી વાત કરનારી પત્ની : દરેક વ્યક્તિ માત્ર મીઠી બોલીને ઘણી બધી સમસ્યાઓથી બચી શકે છે. જો પત્ની મીઠી વાત કરતી હોય તો માની લેજો કે, જીવન સુખી રહેશે. આવી પત્ની પરિવાર, પડોશીઓ અને સંબંધીઓ સાથે સારા સંબંધો જાળવી રાખે છે.

English summary
Very lucky are those husbands who have these 4 qualities in their wife mentioned in Chanakya's policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X