For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં વાયુ પ્રદુષણને લઇ કેજરીવાલ સરકારે લીધો મોટો નિર્ણય, શાળાઓ આગલા આદેશ સુધી બંધ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી હતી. સ્થિતિ એવી છે કે ગુરુવારે સૂર્યનું દર્શન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હીના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ધુમાડો જ દેખાય છે. આવા સંજોગોમાં

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી હતી. સ્થિતિ એવી છે કે ગુરુવારે સૂર્યનું દર્શન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હીના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ધુમાડો જ દેખાય છે. આવા સંજોગોમાં દિલ્હીની કેજરીવાલ સરકારે તમામ પ્રકારની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય પર પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં હાલના વાયુ પ્રદૂષણના સ્તરને જોતા દિલ્હીની તમામ શાળાઓ આવતીકાલ (શુક્રવાર)થી આગામી આદેશ સુધી બંધ રહેશે.

Delhi

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, સરકારે નિર્ણય લીધો છે કે આવતીકાલથી દિલ્હીની તમામ શાળાઓ બંધ રહેશે. પ્રદુષણ વધી રહ્યું છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટનગરની તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે. હકીકતમાં, દિલ્હી-એનસીઆરમાં દિવાળી પછી છેલ્લા એક મહિનાથી પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગુરુવારે પણ દિલ્હી NCRમાં ઘણી જગ્યાએ પ્રદૂષણ ખૂબ જ મોટા સ્તરે નોંધાયું છે. સ્થિતિ એ છે કે કેટલાક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક 600ને પાર કરી ગયો છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ પછી પણ શાળા ખોલવા અંગે દિલ્હી સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જ્યારે વડીલોને ઘરેથી કામ કરવાની છૂટ છે, તો પછી આવી સ્થિતિમાં બાળકોને શા માટે શાળાએ બોલાવવામાં આવે છે.

આ પહેલા દિલ્હી સરકારે દિલ્હીમાં ડીઝલ ટ્રકના પ્રવેશ અને નિર્માણ કાર્ય પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કહ્યું હતું કે હાલમાં દિલ્હીમાં કોઈ બાંધકામનું કામ થશે નહીં, જ્યારે આર્થિક મદદ માટે 5 હજાર રૂપિયા મજૂરોના ખાતામાં મૂકવામાં આવશે.

English summary
The Kejriwal government decided to close schools due to air pollution in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X