For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ કાયદામાં ક્યાંય નથી લખ્યુ કે MSP અને મંડી સિસ્ટમ ચાલુ રહેશે - બીજેડી નેતા રણેન્દ્ર પ્રતાપ

બીજુ જનતા દળના નેતા અને ઓરિસ્સાના ખાદ્ય પુરવઠા અને ગ્રાહક કલ્યાણ મંત્રી રણેન્દ્ર પ્રતાપ સ્વૈને ત્રણે કૃષિ કાયદા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ બીજુ જનતા દળના નેતા અને ઓરિસ્સાના ખાદ્ય પુરવઠા અને ગ્રાહક કલ્યાણ મંત્રી રણેન્દ્ર પ્રતાપ સ્વૈને ત્રણે કૃષિ કાયદા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. શનિવારે તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદા મુદ્દે દેશભરમાં ખેડૂતો વચ્ચે પોતાનો ભરોસો ગુમાવી દીધો છે. તેમણે કહ્યુ કે ભાજપના નેતા સંસદમાં કહે છે કે લઘુત્તમ સમર્થન મૂલ્ય(એમએસપી) ચાલુ રહેશે અને મંડી સિસ્ટમ પણ ચાલુ રહેશે પરંતુ સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણે કૃષિ કાયદામાં આ રીતની કોઈ જોગવાઈ નથી. આનાથી ખેડૂતોના વિશ્વાસમાં કમી આવી છે. તેમણે રાજ્યમાં ભાજપ નેતાઓની પણ ટીકા કરી જેમણે મંડી ગેરવહીવટ વિશે નવીન પટનાયક સરકાર પર હુમલો કર્યો છે.

Ranendra Pratap Swain

ખેડૂતો પ્રત્યે અમારી સહાનુભૂતિ

આ પહેલા બીજેડીએ સંસદના બંને ગૃહોમાં કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો અને સ્વામીનાથન પંચના રિપોર્ટને સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે ઓરિસ્સા સરકારે એમએસપી પર સ્વામીનાથન સમિતિનો રિપોર્ટ લાગુ કરવાની માંગનુ પુનરાવર્તન કરીને કેન્દ્રને સ્થાનાંતરિત કરવા માટે છેલ્લા બે મહિનામાં બે પ્રસ્તાવ પાસ કર્યા છે. રાજ્ય વિધાનસભામાં 2017માં કેન્દ્રથી અનાજની એમએસપીને 2,930 રૂપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરવાનો આગ્રહ કરવા માટે સર્વસંમત્તિથી પ્રસ્તાવ પાસ કર્યો હતો.

વર્તમાનમાં રાજ્યમાં અનાજની એમએસપી 1868 રૂપિયા પ્રતિ ક્વિંટલ(સામાન્ય વેરાઈટી)અને ગ્રેડ-એ વેરાઈટી માટે 1888 રૂપિયા છે. રાજ્યમાં અનાજ ખરીદીમાં અનિયમિતતાના આરોપો વચ્ચે સ્વૈને કહ્યુ કે ઓરિસ્સા સરકારે આ વર્ષન અનાજની રેકૉર્ડ માત્રામાં ખરીદી કરી. તેમણે આશ્વાસન આપ્યુ કે કલેક્ટરો દ્વારા સત્યાપન બાદ વાસ્તવિક ખેડૂતો પાસેથી બધા વધુ અનાજની ખરીદી કરવામાં આવશે. તેમણે કહ્યુ, 'અમે ગઈ સિઝનમાં 53.31 લાખ મેટ્રિક ટન અનાજની ખરીદી કરી હતી જ્યારે આ વર્ષે અમે અત્યાર સુધી 52.63 મેટ્રિક ટન અનાજની ખરીદી કરી લીધી છે. ખરીદ પ્રક્રિયા 31 માર્ચ સુધી ચાલુ રહેશે. અમે રોજ સરેરાશ 54,000 મેટ્રિક ટન અનાજ ખરીદી રહ્યા છે.' રાજ્યમાં ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલ અનાજની ખરીદીમાં ગેરવહીવટના મુદ્દાના કારણે આગામી 18 ફેબ્રુઆરીમાં વિધાનસભામાં બજેટ સત્રમાં આ મુદ્દો હાવી રહેવાની સંભાવના છે.

ગુજરાતઃ સુરતમાં મનીષ સિસોદિયાના રોડ શોમાં ઉમટ્યો જનસૈલાબગુજરાતઃ સુરતમાં મનીષ સિસોદિયાના રોડ શોમાં ઉમટ્યો જનસૈલાબ

English summary
The MSP and Mandi system will remain intact is not mentioned in agricultural laws: BJD leader Ranendra Pratap Swain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X