For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમીશન બિલ પાસ થયું

વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમીશન બિલ પાસ થયું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરના રેસિડેન્ટ ડૉક્ટર નેશનલ મેડિકલ કમિશન બિલ 2019નો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે લોકસભા બાદ રાજ્યસભામાં પણ નેશનલ મેડિકલ કમીશન બિલ પાસ થઈ ગયું છે. દેશમાં મેડિકલ શિક્ષાની જવાબદારી હવે આ 25 સભ્યોના આયોગ પાસે હશે. ગુરુવારે બિલના વિરોધમાં ડૉક્ટર્સે પોતાની હડતાળ તેજ કરી દીધી છે. હવે ડૉક્ટર્સે આ હડતાળમાં ઈમરજેન્સી સેવાઓને પણ સામેલ કરી લીધી છે.

rajya sabha

આ બિલ દ્વારા સરકાર તરફથી શિક્ષામાં સુધારા માટે કેટલાય પ્રાવધાન પણ લાવવામાં આવ્યાં છે. કાનૂન લાગૂ થતાની સાથે જ આખા દેશના મેડિકલ કૉલેજમાં દાખલા માટે માત્ર એક જ પરીક્ષા હશે. જેનું નામ હશે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ પણ ડૉક્ટર્સને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે ટેસ્ટ આપવી પડશે. જો તેઓ આ પરીક્ષાને પાસ કરે છે તો જ તેઓ મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે લાઈસન્સ મેળવી શકશે. જેના આધાર પર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન કરવામાં આવશે.

જ્યારે વિપક્ષી દળોએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું કે સરકાર 6 મહિનાનો બ્રિજ કોર્સ બાદ કમ્યૂનિટી હેલ્થ પ્રોવાઈડરના નામે આપણે 70 ટકા લોકોના જીવ સાથે રમી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કૉક્ટર્સ સાથે કામ કરવાથી કોઈ ડૉક્ટર નથી થઈ જતો. જેનો અમને ભારે વાંધો છે, કેમ કે કોઈના પણ હાથે ગ્રામીણ વિસ્તારમાં દવાઓ ન વહેંચી શકાય.

જ્યારે આ બિલના વિરોધમાં ડીએમકે અને સીપીઆઈ તરફથી સંશોધન પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે. જે એક વોટિંગ બાદ પાડવામાં આવ્યા. કેકે રાગેશ તરફથી લાવવાામં આવેલ સંશોધન પ્રસ્તાવ પડી ગયો છે. પ્રસ્તાવના પક્ષમાં 51 સભ્યોએ વોટિંગ કર્યું જ્યારે વિપક્ષમાં 104 વોટ પડ્યા. આવી રીતે સંશોધન પ્રસ્તાવને સદનની મંજૂરી ન મળી. જ્યારે ભાજપના સહયોગી દળ AIADMKએ સરકાર માંગ ન માની હોવાને લઈ મેડિકલ કમીશન બિલ વિરુદ્ધ વૉક આઉટ કરી દીધું છે.

માત્ર સીટો જ નહીં, ભાજપની સંપત્તિમાં પણ થયો જબરદસ્ત વધારોમાત્ર સીટો જ નહીં, ભાજપની સંપત્તિમાં પણ થયો જબરદસ્ત વધારો

English summary
The National Medical Commission Bill passed in Rajya Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X