For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના વાયરસના ફેલાવની ગતિ ધીમી, રિસર્ચમાં થયા ઘણા મહત્વના ખુલાસા

ઈન્સ્ટીટ્યુટ ઑફ મેથેમેટિકલ સાયન્સે ભારતમાં કોરોનાના સંક્રમણ દર વિશે એક નવુ રિસર્ચ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોનાને કહેર ભારતમાં ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધી 74 હજારથી વધુ લોકો આ વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. વળી, ઈન્સ્ટીટ્યુટ ઑફ મેથેમેટિકલ સાયન્સે ભારતમાં કોરોનાના સંક્રમણ દર વિશે એક નવુ રિસર્ચ કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં કોરોના સંક્રમણના ફેલાવનો દર ઓછો છે. વર્તમાન સમયમાં એક કોરોના સંક્રમિત વ્યક્તિ સરેરાશ 1.23 લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ દરને રિપ્રોડ્કશન રેટ અથવા R નંબર કહે છે.

લૉકડાઉનમાં ઢીલ બાદ પણ થયો ઘટાડો

લૉકડાઉનમાં ઢીલ બાદ પણ થયો ઘટાડો

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ 13 એપ્રિલથી 10 મે સુધી ભારતમાં કોરોનાનો રિપ્રોડક્શન રેટ 1.23 રહ્યો જ્યારે ઘણા વિસ્તારોમાં 4 મે બાદ છૂટ આપવામાં આવી હતી. લૉકડાઉનના પહેલા તબક્કાની શરૂઆતમાં 27 માર્ચથી લઈને 6 એપ્રિલ સુધી R-નંબર 1.83 હતો. કોરોનાના દર્દીઓની સંખ્યા પર રિસર્ચ કરનાર સીતાભરા સિન્હાના જણાવ્યા મુજબ 17 મે સુધી સક્રિય કેસોની સંખ્યા 70થી 80 હજાર થઈ શકે છે જ્યારે મંગળવારે આ સંખ્યા 46008 હતી. દેશમાં કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત દસ રાજ્યોમાં R-નંબર 2.01 છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, પંજાબ શામેલ છે.

મોટા રાજ્યોમાં થઈ રહ્યુ ઓછુ ટેસ્ટિંગ

મોટા રાજ્યોમાં થઈ રહ્યુ ઓછુ ટેસ્ટિંગ

ભારતના ચાર રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને દિલ્લીમાં દેશના બે તૃતીયાંશથી વધુ કેસ છે. પંજાબમાં R નંબર 1.32 છે જ્યારે ત્યાં નાંદેડસાહિબથી શ્રદ્ધાળુઓ પાછા આવ્યા બાદથી કેસ વધ્યા છે. પંજાબમાં અત્યારે એક હજાર લોકો પર 1.42 લોકોનુ ટેસ્ટિંગ થઈ રહ્યુ છે. વળી, બંગાળમાં 2100ની આસપાસ કેસ સામે આવ્યા છે. જ્યાં મેની શરૂઆતમાં R નંબર 1.14 હતો. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં કેસ તો વધ્યા છે પરંતુ તેમની ટેસ્ટિંગની સંખ્યા ઓછી છે. જ્યાં રાજસ્થાનમાં 1 હજાર લોકોમાં 2.15 લોકોનુ ટેસ્ટિંગ થઈ રહ્યુ છે. વળી, ઉત્તર પ્રદેશમાં એક હજાર લોકોમાં .58 અને મધ્ય પ્રદેશમાં .92 લોકોની તપાસ થઈ રહી છે.

છેલ્લા 24 કલાકમાં 3525 કેસ

છેલ્લા 24 કલાકમાં 3525 કેસ

બુધવારે કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 74 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે માહિતી આપીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાાં કોરોના વાયરસના 3525 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 74281 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 122 દર્દીઓા મોત થયા છે અને મૃતકોનો આંકડો વધીને 2415 થઈ ગયો છે. જો કે રાહતની વાતએ છે કે અત્યાર સુધીમાં 24386 લોકો રિકવર પણ થયા છે.

સ્પેનમાં 113 વર્ષની મહિલાએ કોરોનાને આ રીતે હરાવી જીતી જિંદગીની જંગસ્પેનમાં 113 વર્ષની મહિલાએ કોરોનાને આ રીતે હરાવી જીતી જિંદગીની જંગ

English summary
The rate of transmission of corona in India is very low
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X