For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિયાળુ સત્રમાં રાજદ્રોહના કાયદામાં બદલાવ કરી શકે છે કેન્દ્ર સરકાર, સુપ્રીમે આપ્યો વધારાનો સમય

કેન્દ્ર સરકાર ભારતીય દંડ સંહિતાની કલમ 124 (A) હેઠળ રાજદ્રોહ કાયદામાં ફેરફાર કરી શકે છે. આ સાથે સંસદના આગામી શિયાળુ સત્રમાં ફેરફારો સંબંધિત બિલ પસાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. સુપ્રીમ

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર ભારતીય દંડ સંહિતાની કલમ 124 (A) હેઠળ રાજદ્રોહ કાયદામાં ફેરફાર કરી શકે છે. આ સાથે સંસદના આગામી શિયાળુ સત્રમાં ફેરફારો સંબંધિત બિલ પસાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર નવા નિયમો નહીં લાવે ત્યાં સુધી વિવાદાસ્પદ રાજદ્રોહ કાયદો અને તેના પરિણામે એફઆઈઆરની નોંધણી પર પ્રતિબંધ મૂકતો વચગાળાનો આદેશ ચાલુ રહેશે.

અરજીની સુનવણી કરતા આપ્યો વધારાનો સમય

અરજીની સુનવણી કરતા આપ્યો વધારાનો સમય

રાજદ્રોહ કાયદાને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર સોમવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને યોગ્ય પગલાં લેવા વધારાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ શિયાળુ સત્રમાં સરકારના પગલાની રાહ જોશે. જેના કારણે આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રાખવામાં આવી છે. સાથે જ જે અરજીઓમાં નોટિસ આપવામાં આવી ન હતી, જેમાં હવે નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ કેન્દ્રને તેનો જવાબ આપવા માટે 6 અઠવાડિયાનો સમય મળ્યો હતો.

પહેલા કોર્ટે આપ્યો હતો આ આદેશ

પહેલા કોર્ટે આપ્યો હતો આ આદેશ

અગાઉ આ મામલે મે મહિનામાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર આ નિર્ણયની સમીક્ષા નહીં કરે ત્યાં સુધી આ કાયદા પર રોક લગાવવામાં આવશે. આ સિવાય જેલમાં રહેલા લોકો જામીન માટે કોર્ટમાં જઈ શકે છે. તે સમયે ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, ન્યાયાધીશ સૂર્યકાંત, હેમા કોહલીની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને રાજ્યોને કલમ 124A હેઠળ કોઈ કેસ નોંધવામાં ન આવે તેવું કહ્યું હતું.

કેસનો જલ્દી કરાય નિકાલ

કેસનો જલ્દી કરાય નિકાલ

આ દરમિયાન ખંડપીઠે કહ્યું હતું કે જો આ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે છે, તો આરોપી કોર્ટનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે. આ સિવાય કોર્ટે કેસનો ઝડપથી નિકાલ કરવાનો રહેશે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે જેઓ પહેલાથી જ આઈપીસીની કલમ 124A હેઠળ કેસ નોંધાયેલા છે અને જેલમાં છે, તેઓ જામીન માટે સંબંધિત અદાલતોનો સંપર્ક કરી શકે છે.

English summary
The Supreme Court has given the central government more time to amend the Sedition Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X