ફ્રી ચૂંટણી રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટનું કડક વલણ, આ કહ્યું, કેન્દ્રએ પણ આપ્યું સમર્થન
ચૂંટણીમાં રાજકીય પક્ષોને મફતમાં સુવિધા આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, ફ્રીબીઝ દેશની અર્થવ્યવસ્થા માટે ખતરો છે. આ ગંભીર બાબત છે. ચૂંટણી પંચે આ અંગે તપાસ કરવી જોઈએ.
ચૂંટણીમાં રાજકીય પક્ષોને મફતમાં સુવિધા આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, ફ્રીબીઝ દેશની અર્થવ્યવસ્થા માટે ખતરો છે. આ ગંભીર બાબત છે. ચૂંટણી પંચે આ અંગે તપાસ કરવી જોઈએ. ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારા રાજકીય પક્ષો પર લગામ લગાવવાની માગને કેન્દ્ર સરકારે પણ સમર્થન આપ્યું છે.

ચૂંટણી પંચને કહી આ વાત
ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારી રાજકીય પક્ષોની માન્યતા રદ્દ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા કોર્ટે ચૂંટણીપંચને આ બાબતે વધુ ધ્યાન આપવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહી આ વાત
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ મામલો ખૂબ જ ગંભીર છે. સમસ્યા એ છે કે, દરેક રાજકીય પક્ષ આવી જાહેરાતોનો ફાયદો ઉઠાવે છે. તે કોઈએક રાજકીય પક્ષની વાત નથી. શું સંસદમાં આ અંગે ચર્ચા થશે?

ચારે બાજુથી સૂચનો મંગાવ્યા
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ મામલાને લગતા તમામ પક્ષકારો, કાયદા પંચ, નીતિ આયોગ, તમામ પક્ષો, કાયદા પંચે તેમના સૂચનોઆપવા જોઈએ.
તમામ પક્ષોએ તે સંસ્થાની રચના પર વિચાર કરવો જોઈએ, જે ઉકેલ શોધી શકે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ચૂંટણી પંચ,વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ અને અરજદારોને મફત વચનોનું નિયમન કેવી રીતે થાય છે, તેની તપાસ કરવા 7દિવસમાં નિષ્ણાત સમિતિની રચના કરવા અંગે તેના પર રિપોર્ટ તૈયાર કરી તેમના સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું. આ મામલામાં આગામીસુનાવણી 11 ઓગસ્ટના રોજ થશે.












Click it and Unblock the Notifications
