For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તહેવારો પહેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, પંજાબ સરકાર લીધા આ નિર્ણયો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આદેશ મુજબ પોલીસે તહેવારોની સિઝન પહેલા અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી અને સતર્કતા વધારી દીધી છે. અમૃતસર ગ્રામ્ય પોલીસે આઇએસઆઇ સમર્થિત નાર્કો-આતંકવાદ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આદેશ મુજબ પોલીસે તહેવારોની સિઝન પહેલા અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી અને સતર્કતા વધારી દીધી છે. અમૃતસર ગ્રામ્ય પોલીસે આઇએસઆઇ સમર્થિત નાર્કો-આતંકવાદ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે આ અંગે જાણકારી આપી હતી. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, મોડ્યુલ સાથે જોડાયેલા મુખ્ય સંચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી હથિયાર તેમજ વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે.

punjab

ડીજીપી ગૌરવ યાદવના જણાવ્યા અનુસાર, આતંકવાદી મોડ્યુલ કેનેડા સ્થિત લખબીર સિંહ, પાકિસ્તાન સ્થિત હરવિંદર સિંહ રિંડા અને ઈટલી સ્થિત હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી સંયુક્ત રીતે ચલાવી રહ્યા છે. પકડાયેલા આરોપીની ઓળખ યોગરાજ સિંહ તરીકે કરાઇ છે, જે ગામ રાજોકનો રહેવાસી છે. આ ઉપરાંત તેના પાંચ અન્ય સાથીદારો કે, જેઓ પંજાબ અને આસપાસના રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા મોડ્યુલનો હિસ્સો હતા.

પંજાબ પોલીસે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) જેને ટિફિન બોમ્બ પણ કહે છે, તેમાં બનાવટી RDX લોડેડ ટિફિન બોક્સ મેળવ્યું છે. આ સાથે બે મેગેઝિન અને 30 જીવતા કારતુસ સાથેની બે અત્યાધુનિક AK-56 એસોલ્ટ રાઈફલ્સ, 6 જીવતા કારતુસ સાથેની .30 બોરની પિસ્તોલ સાથે આરોપી પાસેથી 2 કિલો હેરોઈન પણ મળી આવ્યું છે.

ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ આરોપી યોગરાજ આ મોડ્યુલનો મુખ્ય ઓપરેટર છે અને તે સપ્ટેમ્બર, 2019માં તરનતારનમાં પાંચ AK-47 રાઇફલ્સની જપ્તી સહિત પાંચ ગુનાહિત કેસોમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય અમલીકરણ એજન્સીઓ દ્વારા વોન્ટેડ જહેર કરાયો છે.

આ સાથે ડીજીપીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે છે કે, આ શસ્ત્રો-વિસ્ફોટકો-માદક પદાર્થોની દાણચોરીની સીમા પારની કામગીરી મુખ્યત્વે યોગરાજ દ્વારા આતંકવાદીઓ/ગેંગસ્ટરો લાંડા, રિંડા અને હેપ્પી અને જેલમાં બંધ દાણચોર ગુરપવિતાર ઉર્ફે સાઈ લખના, તરન તારણના ઇશારે કરવામાં આવતી હતી. યોગરાજ મોટા પાયે હથિયારો અને માદક દ્રવ્યોના કન્સાઇનમેન્ટની રિકવરી અને ડિસ્ટ્રીબ્યુશનમાં સક્રિયપણે શામેલ હતો.

અમૃતસર ગ્રામીણના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સ્વપન શર્માએ જણાવ્યું હતું કે, પોલીસે લાંડા-રિંડા આતંકવાદી મોડ્યુલના સભ્યોનો પર્દાફાશ કરવા માટે મોટી કાર્યવાહી કરી છે. વર્તમાન મોડ્યુલમાં પોલીસ ગેંગના પાંચ સભ્યોને ઓળખવામાં સફળ રહી છે અને તેમને પકડવા માટે સર્ચ કરવામાં આવી રહ્યું છે.

ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ હથિયારો અને વિસ્ફોટકો મળી આવે તેવી અપેક્ષા છે. આ કેસ FIR નંબર 107 તારીખ 04/10/2022 NDPS એક્ટની કલમ 21/27-A/29/61/85 અને રામદાસ, અમૃતસર ગ્રામીણમાં આર્મ્સ એક્ટની કલમ 25/54/59 હેઠળ નોંધઇ છે.

English summary
The terror module burst before the festivals, the Punjab government took these decisions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X