For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત રાષ્ટ્રના સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન, વાંચો મુખ્ય વાતો

સંયુક્ત રાષ્ટ્રના સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન, વાંચો મુખ્ય વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ યૂએનને સંબોધિત કર્યું. સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય બન્યા બાદ પીએમ મોદીનું આ પહેલું સંબોધન છે. આ સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી કરાયું. અગાઉ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી, તે સમયે પીએમે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ આતંકવાદ વિરુદ્ધ એકજુટ થઇ લડવાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના પોતાના વર્ચ્યુઅલ સબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે અમે કોરોનાની લડાઇને જનઆંદોલન નાવ્યું છે.

pm modi

પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં કહ્યું કે યુએન હંમેશાથી સક્રિય સહયોગી રહ્યું છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ વિકાસ કાર્યોને સક્રિય રૂપે સમર્થન કર્યું. વડાપ્રધાને કહ્યું કે UNESCના પહેલા અધ્યક્ષ પણ ભારતીય જ હતા.

પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું કે કોઇપણ ભૂખ્યું ના રહે તે માટે અમે ખાદ્ય સુરક્ષા લઇને આવ્યા. પીએમ મોદીએ કહ્યું કે અમારી ખાદ્ય સુરક્ષા યોજનાથી 830 મિલિયન નાગરિકોને લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે પીએમ આવાસ યોજના દ્વારા 2022 સુધી દરેક ભારતીય પાસે પોતાનુ ઘર હશે.

વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે- વિકાસના રસ્તે આગળ વધવાની સાથે જ અમે પ્રકૃતિ પ્રત્યે અમારી જવાબદારીને નથી ભૂલ્યા. અમે કાર્બન ઉત્સર્જનને રોકવામાં મોટું કામ કર્યું છે. 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યૂસ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. સિંગલ યૂજ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અમે સૌથી મોટું અભિયાન ચલાવ્યું છે.

ભૂકંપ હોય, ચક્રવાત હોય, ઈબોલા સંકટ હોય કે પછી અન્ય કોઇ કુદરતી આફત અથવા માનવ સર્જીત સંકટ હોય, ભારતે તેજી અને એકજુટતા સાથે જવાબ આપ્યો છે. કોરોના સામેની અમારી સંયુક્ત લડાઇ માં અમે 150થી વધુ દેશોમાં ચિકિત્સા અને અન્ય સહાયતા ઉપલબ્ધ કરાવી છેઃ પીએમ મોદી

કોરોના કાળમાં શું ભાડુઆતો પાસે છે કોઈ વિકલ્પ, દિલ્લી હાઈકોર્ટના જજે જણાવ્યુકોરોના કાળમાં શું ભાડુઆતો પાસે છે કોઈ વિકલ્પ, દિલ્લી હાઈકોર્ટના જજે જણાવ્યુ

English summary
The United Nations has made a great contribution to the progress of the world PM Modi at United Nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X