• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઑફિસમા કોરોનાના વધુ મામલા મળશે તો 48 કલાકમાં બિલ્ડિંગ સીલ થશે, જાણો નવી ગાઈડલાઈન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને કારણે લગાવવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનમાં ઢીલ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામા આી છે. કેન્દ્ર સરકારે આઠ જૂનથી અલૉક વન અંતર્ગત તબક્કાબદ્ધ રીતે ઑફિસ, મૉલ, હોટલ અને ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઑફિસો માટે એક નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. કેન્દ્ર સરકારે 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓને ઑફિસે જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઑફિસ મેનેજમેન્ટને તેમને લઈ વિશેષ ઈંતેજામ કરવાનું કહેવામાં આવ્યું છે.

ગાઈડલાઈન્સ

ગાઈડલાઈન્સ

 • શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિઓએ ઓછામાઓછી 6 ફીટની દૂરી બનાવી રાખવી
 • ઑફિસમાં ફેસ કવર/ માસ્ક કવરન ઉપયોગ કરવો ફરજીયાત
 • હાથ સતત ધોવાની આદત પાડવી, સાબુથી (30-40 સેકન્ડ) અને આલ્કોહોલ આધારીત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ (ઓછામા ઓછા 20 સેકન્ડ માટે) કરો.
 • છીંકતી અને ખાંસતી વખતે હંમેશા મોઢા અને નાકને રૂમાલ કે પેપરથી ઢાંકી લેવું.
 • કોઈપણ પ્રકારની બીમારીની સ્થિતિમાં તમારા ઉપરી અધિકારીને સૂચિત કરો.
 • થુકવાની સખ્ત મનાઈ હશે.
 • કર્મચારીઓને આરોગ્ય સેતુ એપન ઉપયોગ કરવાનું કહો.
ઑફિસમાં પ્રવેશના નિયમ

ઑફિસમાં પ્રવેશના નિયમ

 • એન્ટ્રાન્સ ગેટ પર શરીરના તાપમાનની તપાસ જરૂરી કરી દેવામા આવી છે.
 • એન્ટ્રાન્સ ગેટ પર થર્મલ સ્કેનિંગ અને સેનિટાઈજરની સુવિધા આપવી જરૂરી છે.
 • ચહેરો ઢાંકેલો અથવા માસ્ક પહેરેલું હોય તેવા વ્યક્તિને જ પ્રવેશની મંજૂરી.
 • કોઈપણ પ્રકારના લક્ષણ ના હોય તેવા કર્મચારીને જ ઑફિસમાં પ્રવેશ
 • કન્ટેનમેન્ટ ઝોન અંતર્ગત આવતા કર્મચારીએ પતાના અધિકારીને આ અંગે જાણખારી આપવી પડશે.
 • સરકારી સંસ્થાન દ્વારા કર્મચારીને સંક્રમણથી મુક્ત થયાનું સર્ટિફિકેટ આપી દેવામાં ના આવે ત્યાં સુધી તે વર્ક ફ્રોમ હોમ કરી શકશે.
 • કોરોનાથી પ્રભાવિત ક્ષેત્રોમાં રહેતા લોકોને ક્ષેત્રના સંક્રમણમુક્ત થવા સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી.
ઑફિસ પરિસર માટે ગાઇડલાઇન

ઑફિસ પરિસર માટે ગાઇડલાઇન

 • જ કોઈ ઑફિસમાં કરોનાના એક કે બે મામલે મળી આવશે તો આખા પરિસરને બંધ કરી દેવાની જરૂરત નથી.
 • વાયરસ ફ્રી કરાયા બાદ ઑફિસમાં ફરીથી કામ શરૂ કરી શકાય છે.
 • જો કોરનાના વધુ મામલા સામે આવે છે તો આખા ભવનને 48 કલાક માટે બંધ કરવું પડશે અને ત્યાં સુધી બધા કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
 • મીટિંગ માટે જેટલું શક્ય હોય તેટલું વીડયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરે, કોઈપણ ઑફિસની અંદર મોટી સંખ્યામા મીટિંગ કરવા પર પ્રતિબંધ રહેશે.
 • મીટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું પાલન કરવું જરૂરી હશે.
 • વિજિટર્સની સામાન્ય એન્ટ્રી, ટેમ્પરરી પાસ કેન્સલ કરવામાં આવે.
 • ઑફિશિયલ મંજૂરી બાદ જ કોઈ વિજિટરને આવવાની મંજૂરી આપવામાં આવે.
 • ઑફિસમાં ઠેર-ઠેર કરોના વાયરસ સંક્રમણથી બચાવના પોસ્ટર, હોર્ડિંગ્સ લગાવવામાં આવે.
ડ્રાઈવર્સ માટે ગાઇડલાઇન

ડ્રાઈવર્સ માટે ગાઇડલાઇન

ઑફિસમાં કામ કરતા ડ્રાઈવર્સે વાહનની અંદર પણ સોશઇયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જો ડ્રાઈવર કોઈ કંટેનમેન્ટ ઝનનો નિવાસી છે તો તેને વાહન ચલાવવાની મંજૂરી નહિ હોય. ઑફિસમાં ઉપયોગ થતા વાહનોના પેસેન્જર માટે ઉતર્યા બાદ ડિસઈન્ફેક્ટ કરવા જરૂરી છે. કંપની સુનશ્ચિત કરશે કે તેને કોરોના વાયરસ દરમિયાન નિયમોની જાણકારી છે કે નહિ. ગાડીની અંદર, તેના દરવાજા, સ્ટીયરિંગ, ચાવીઓને સંપૂર્ણપણે ડિસઈન્ફેક્ટ કરવા જરૂરી છે.

આગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકાઆગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા

English summary
the whole office will be sealed if corona spread in office, know new guideline in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X