યુવરાજસિહની માતને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન, 40 લાખ રૂપિયા આપો નહી તો ફંસાવીસ
ક્રિકેટર યુવરાજ સિહના પરિવાર એક વાર ફરી સમાચારમાં છે. આ વખતે મામલો આવ્યો છે તે તેની માતા શબનમ સિહ સાથે જોડાયેલો છે યુવરાજની માતા શબનમા સિહ સાથે તેના ઘરની કેરટેકર મહિલાએ તેની પાસે 40 લાખ રૂપિયાની ડિમાંડ કરી છે. મહિલાએ કહ્યુ કે, જો તે 40 લાખ રૂપિયા નહી આપે તો પરિવારને ખોટા કેસમાં ફસાવી દેશે.

આ મામલે ગુરુગ્રામના DLF ફેજ 1 પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આરોપી મહિલાની ઓળખ હેમા કૌશિક ઉર્ફ ડિમ્પીના રુપમાં કરવામાં આવી છે. આ મહિલા યુવરાજસિહના નાના ભાઇ જોરાવર સિહની કેરટેકર હોવાનું જણાવામાં આવી રહ્યુ છે. આ મહિલાનો વ્યવહાર ખરાબ હોવાને લીધે તેને નોકરીમાથી 20 જ દિવસમાં નકાઢી નાખવામાં આવી હતી .
આરોપી મહિલા હેમા કૌશીકે 19 જુલાઇએ યુવરાજસિહની મા શબનમ સિહને વોટ્સએપ મેસજ કરીને ધમકી આપી આપી હતી કે, 23 જુલાઇએ ખોટો કેસ દાખલ કર્યો હતો. જેના લીધે સમગ્ર પરિવાર ખરાબ રીતે ફસાય ગયો છે. ત્યાર બાદ શબનમ સિહે કહ્યુ કે, આ રમક તો બહુ મોટી છે. આટલા પૈસા જમા કરવા મુશ્કેલ છે. સોમવાર સુધીમાં 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી શકુ છુ. પરંતુ વાત મંગળવાર નક્કી થઇ હતી. ત્યાર બાદ શબનમ સિહએ જઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
મંગળવારે આરોપી મહિલા જેવી નક્કી સ્થાન પર પહોચી તરત જ પોલીસે પાછળથી રંગે હાથ ઝડપી પાડી હતી. ત્યાર બાદ ગેરકાયદેસર વસુલીની કલમ એફઆઇઆર દાખલ કરી હતી. મહિલાને બાદમાં જામીન પર છોડી મુકવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
