For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેન આગળ કુદેલા યુવાનના બે ટુકડા થવા છત્તા મોત ન થયુ, કરી રહ્યો હતો વાત

ઉત્તરપ્રદેશમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, આત્મહત્યા માટે ટ્રેન સામે કુદેલા એક યુવાનના બે ટુકડા થઈ ગયા હોવા છત્તા પણ વાતચીત કરી રહ્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, આત્મહત્યા માટે ટ્રેન સામે કુદેલા એક યુવાનના બે ટુકડા થઈ ગયા હોવા છત્તા પણ વાતચીત કરી રહ્યો હતો.

RELVE

અહેવાલ અનુસાર, ઉત્તરપ્રદેશના હમીરપુરના એક યુવકેે આત્મહત્યા માટે કેટલાક પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસોમાં નિષ્ફળ રહેતા તે ટ્રેન નીચે કપાયો હતો. આ ઘટનામાં યુવકનું ધડ બે ટુકડામાં વહેચાઈ ગયુ હતુ. બે ભાગમાં વહેંચાઈ ગયા પછી પણ યુવકનું મોત થયું નહીં અને પાટા પર આ રીતે લોહીથી લથપથ પડી રહ્યો.

ઘટના બાદ લોકોએ તંત્રને જાણ કરી હતી. જાણ થતા એમ્બ્યુલન્સ પહોંચી, ઘાયલ યુવકને ઉપાડ્યો અને તેને મૌદહા કોમ્યુનિટી હોસ્પિટલમાં મોકલ્યો, જ્યાં તેની હાલત નાજુક હોવાથી તેને કાનપુર રિફર કરવામાં આવ્યો. જો કે આ દરમિયાન આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

મળતી વિગતો અનિસાર, આ ઘટના મૌદહા શહેરના ફતેપુર મોહલ્લાની છે. અહીંનો રહેવાસી લલ્લુ પડોશના ગામ ભારસ્વાના મિત્ર સાથે મજૂરી કરવા માટે દિલ્હી ગયો હતો. જો કે લલ્લુ પોતાના ઘરે પરત ફર્યો, પરંતુ તેનો મિત્ર પાછો આવ્યો નહીં. જે બાદ તેના પરિવારજનોએ બિવાન પોલીસ સ્ટેશનમાં લલ્લુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની વારંવારની પૂછપરછને કારણે લલ્લુ તંગ બની ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, એક દિવસ લલ્લુએ ઘરમાં પંખાની મદદથી લટકવાનો પ્રયાસ કર્યો, પરંતુ દોરડું તૂટી જવાથી તે નિષ્ફળ ગયો.

આત્મહત્યા કરવામાં નિષ્ફળ ગયેલા લલ્લુ ફરી પ્રયાસ કરવા માટે હમીરપુર સ્ટેશન પહોંચ્યો અને પાટા પર સૂઈ ગયો. થોડીવાર પછી ટ્રેને તેના બે ટુકડા કરી નાખ્યા. બે ભાગમાં વહેંચાઈ ગયા પછી પણ લલ્લુને મરવાનું નક્કી નહોતું. ત્યાંથી પસાર થતા લોકોએ લોહીથી લથબથ લલ્લુને બે ભાગમાં વહેંચાયેલો જોયો અને જીઆરપીને જાણ કરી, જે દરમિયાન તેણે લોકોને આત્મહત્યા કરવા પાછળની પુરી વાત જણાવી.

English summary
The young man who fell in front of the train was cut into two pieces but did not die
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X