દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઓફિસમાં થઇ ચોરી

Posted By:
Subscribe to Oneindia News

રાજધાની દિલ્હીમાં ચોરીની હિંમત કેટલી વધી ગઇ છે તે વાતની પૃષ્ઠિ આ સમાચારથી લગાવી શકાય છે કે મનીષ સિસોસિદા જે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી છે તેમના ઘરમાં પણ ચોરોએ ચોરી કરતા ખચકાયા નહતા. ચોરો વીવીઆઇપી લોકોના ઘરે પણ બહુ સરળતાથી ચોરી કરી શકે છે તે વાત આ ખબર જણાવે છે.

manish

ગુરુવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઇસ્ટ વિનોદ નગરમાં આવેલી ઓફિસમાં ચોરોએ તાળું તોડી ચોરી કરી હતી. અને ઓફિસમાં અનેક મહત્વના દસ્તાવેજો ચોરી ગયા હતા. આ ચોરીમાં લેપટોપ, કમ્પ્યૂટર, લેટરહેડ સમતે અનેક વસ્તુઓ પર ચોરોએ પોતાનો હાથ સાફ કર્યો હતો. વળી ચોર એટલા હોશિયાર હતા કે તે પોતાની સાથે સીસડીવીનું ડીવીઆર પર લઇ ગયા હતા. જેમાં તમામ ફૂટેઝનો રેકોર્ડ હતો.

ત્યારે હાલ તો આ ચોરીની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. અને તપાસ ચાલુ છે. જો કે નોંધનીય છે કે હજી સુધી આપ દ્વારા આ ચોરી પાછળ કોઇ રાજકીય પક્ષ પણ દોષારોપણ નથી કરવામાં આવ્યું. અને હાલ તો આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. પણ માનવામાં આવી રહ્યું છે કે આ ચોરીથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ થયા છે.

English summary
Theft at Delhi Deputy CM Manish Sisodias office in East Delhi
Please Wait while comments are loading...