For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કાળમાં બ્લેક માર્કેટિંગમાં થયો હતો તોતિંગ વધારો, સર્વેમાં બહાર આવ્યું

લોકોના મનમાં પૈસાનું ભૂત એટલું ઘેરાયેલું છે કે, તેઓ માત્ર પોતાના પૈસાની જ ચિંતા કરે છે, પછી ભલે તે કોઈ મરે કે જીવે. આ લોભી અને લાલચી લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ લોકોને છોડ્યા નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : લોકોના મનમાં પૈસાનું ભૂત એટલું ઘેરાયેલું છે કે, તેઓ માત્ર પોતાના પૈસાની જ ચિંતા કરે છે, પછી ભલે તે કોઈ મરે કે જીવે. આ લોભી અને લાલચી લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ લોકોને છોડ્યા નથી. તેમની લાચારીનો લાભ લઈને આ લોકોએ તેમને ઉંચા ભાવે જીવન બચાવવાના સાધનો પૂરા પાડ્યા હતા. ઓનલાઈન પ્લેટફોર્મ LocalCircle દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં આ બાબત સામે આવી છે.

Corona

લગભગ 70 ટકા લોકોએ એમ્બ્યુલન્સ માટે 5 ગણી વધુ ચૂકવણી કરી

આ સર્વે અનુસાર કોરોનાની બીજી લહેરમાં લગભગ 70 ટકા લોકોએ એમ્બ્યુલન્સ સેવાઓ માટે વધારાની ચૂકવણી કરી છે. ઓનલાઈન પ્લેટફોર્મ લોકલસર્કલ દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ, 36 ટકા નાગરિકોએ ઓક્સિમીટર, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ સહિતના કોવિડ સંબંધિત ઉત્પાદનો અથવા સાધનો ખરીદવા માટે એમઆરપી કરતાં વધુ ચૂકવણી કરી છે. આ લોકોએ રોગચાળાને પૈસા કમાવવાની અને જીવન અને મૃત્યુ સામે લડતા લોકો કરતા વધારના દરે સામાન આપવાની તક બનાવી હતા. આ સર્વે અનુસાર એમ્બ્યુલન્સ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા લોકોનું સૌથી વધુ શોષણ કરવામાં આવતું હતું. એમ્બ્યુલન્સ બુક કરનારા 50 ટકા લોકોને નિયમિત ચાર્જ કરતાં 500 ટકા વધુ ચૂકવવાની ફરજ પડી હતી. 10 ટકા લોકોએ 100-500 ટકા, જ્યારે 30 ટકા લોકોએ માત્ર નિયમિત ફી ચૂકવી છે.

Corona

જીવન બચાવતી દવાઓનું બ્લેક માર્કેટિંગ પણ ઉગ્ર રીતે થયું

બ્લેક માર્કેટિંગ માત્ર એમ્બ્યુલન્સ સેવા સુધી મર્યાદિત ન હતું, કોરોનાની જીવન બચાવતી દવાઓ પણ ઉંચા ભાવે વેચવામાં આવી હતી. આ સર્વે અનુસાર કોરોનાની બીજી લહેરમાં 19 ટકા લોકો હતા જેમણે ફેસ વેલ્યુ કરતા વધારે દરે દવાઓ ખરીદી હતી. આ ઉપરાંત કોરોનાને લગતા પરીક્ષણમાં પણ ધાંધલ જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં જ્યારે લગભગ તમામ રાજ્યોએ RT PCR ટેસ્ટના દરો નક્કી કર્યા હતા, તેમ છતાં 13 ટકા લોકોએ કોરોનાની બીજી લહેર દરમિયાન RT PCR પરીક્ષણ માટે નિયત દર કરતા વધુ ચૂકવણી કરી હતી. અહીં માત્ર ખાનગી લેબ્સ અને હોસ્પિટલની વાત કરવામાં આવી રહી છે. સર્વે અનુસાર કેટલાક લોકોએ ઓક્સિમીટર માટે 5 ગણી વધારે ચૂકવણી કરી હતી. આવા સમયે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ જેની MRP રૂપિયા 33,00 હતી, તે પણ 1 લાખ કે તેથી વધુની કિંમતે વેચવામાં આવી હતી.

Corona

સર્વે મુજબ નવા ઓક્સિજન સિલિન્ડર અને રિફિલ સિલિન્ડરો નિયમિત કિંમત કરતાં 300-400 ટકા વધુના દરે વેચાયા હતા. આ સર્વેમાં 389 જિલ્લાઓના 38,000 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 67 ટકા પુરુષો અને 33 ટકા મહિલાઓ હતા. સર્વે કરાયેલા લોકોમાં 44 ટકા ટાયર 1 શહેરો, 33 ટકા ટાયર 2 અને 23 ટકા ટાયર 3, 4 અને ગ્રામીણ જિલ્લાઓમાંથી હતા.

કોરોના ટેસ્ટ માટે પણ લોકોએ ડબલ-ટ્રીપલ ચૂકવવું પડ્યું

આ પ્લેટફોર્મ દ્વારા અગાઉ કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, દરેક બે પરિવારોમાંથી એકે કોવિડ એન્ટિબોડી ટેસ્ટ માટે 750 રૂપિયાથી વધુ ચૂકવ્યા છે. 29 ટકા લોકોએ કહ્યું કે, તેઓએ કોવિડ એન્ટિબોડી ટેસ્ટ માટે 1000 અથવા વધુ ચૂકવ્યા છે. 21 ટકાએ કહ્યું કે, તેઓએ ટેસ્ટ માટે 750-1000 રૂપિયા ચૂકવ્યા, જ્યારે 14 ટકાએ કહ્યું કે, તેઓએ 500-750 રૂપિયા ચૂકવ્યા છે. આ સાથે 24 ટકા લોકોએ કહ્યું કે, તેઓએ પરીક્ષણ માટે 250-500 રૂપિયા ચૂકવ્યા છે, 7 ટકા લોકોએ કહ્યું કે, તેમણે 250 રૂપિયાથી ઓછા ચૂકવ્યા, જ્યારે 5 ટકા લોકોએ આ વિશે કશું જણાવ્યું ન હતું.

English summary
The ghost of money is so ingrained in the minds of people that they worry only about their own money, whether one dies or lives. These greedy and greedy people have not spared people even in epidemics like Corona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X