
આ છે ભારતના સૌથી અમીર યુટ્યૂબર, જાણો કોણ કેટલુ કમાય છે?
આજકલ દુનિયામાં યુ્ટ્યૂબરો ઝડપની ફેમસ થઈ રહ્યા છે. ઘણા બધા યુટ્યૂબરો યુટ્યૂબથી કરોડો રૂપિયા કમાય છે. આજે આપણે ભારતના સૌથી અમીર યુટ્યૂબરોની વાત કરવાના છીએ. આ યુટ્યૂબરો કરોડોના માલિક છે.

અમિત ભડાના
27 વર્ષીય અમિત ભડાના પોતાના નામથી યુટ્યુબ ચેનલ ચલાવે છે. અમિતે 2017 થી વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તેના પ્રથમ યુટ્યુબ વિડીયોનું શીર્ષક હતું પરીક્ષા બી લાઈક બોર્ડ પ્રિપેરેશન બી લાઈક. હાલમાં તેના 24 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. બિઝનેસ કનેક્ટ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 5.7 મિલિયન ડોલર છે.

આશિષ ચંચલાની
આશિષ ચંચલાની ફેમસ યુટ્યુબર છે. તેની યુટ્યુબ ચેનલ આશિષ ચંચલાની વાઈનના 28.3 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. બિઝનેસ કનેક્ટ ઈન્ડિયા અનુસાર, તેની માસિક આવક 115,000 થી 180,000 ડોલર આસપાસ છે.

હર્ષ બેનીવાલ
હર્ષ બેનીવાલ તેના કોમેડી વીડિયો માટે ફેમસ છે. 26 વર્ષીય હર્ષ બેનીવાલના યુટ્યુબ ચેનલ પર 15.1 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. આ સાથે હર્ષ બેનીવાલે ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'માં પણ કામ કર્યું છે. હર્ષ બેનીવાલની નેટવર્થ 2.2 મિલિયન ડોલર છે.

ગૌરવ ચૌધરી
ટેકનિકલ ગુરુજી એટલે કે ગૌરવ ચૌધરી 30 વર્ષીય યુટ્યુબર છે. તેસંયુક્ત આરબ અમીરાતમાં રહે છે. ગૌરવ ચૌધરીનો સમાવેષ ફોર્બ્સ ઈન્ડિયાની 30 અંડર 30ની યાદીમાં કરાયો હતો. તેની બે યુટ્યુબ ચેનલ છે. ટેકનિકલ ગુરુજી ચેનલના 22.1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને ગૌરવ ચૌધરી નામની YouTube ચેનલના 4.99 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તે 45 મિલિયન ડોલરની સંપતિના માલિક છે.

નિશા મધુલિકા
ભારતમાં નિશા મધુલિકાના કરોડો ફોલોઅર્સ છે. નિશા મધુલિકા તેના રેસિપી વીડિયો માટે જાણીત છે. નિશા મધુલિકા યુટ્યુબ પર સૌથી વધુ જોવાતી વ્યક્તિઓમાંથી એક છે. તેની ચેનલ પર 13.2 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.

ભુવન બામ
પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ ઉર્ફે બીબી કી વાઇન્સે 2015 માં ચેનલ શરૂ કરી હતી અને તેના કોમેડી વિડીયો માટે ઇન્ટરનેટ પર ફેમસ છે. હાલમાં તેની યુટ્યુબ ચેનલ પર 25 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. બિઝનેસ કનેક્ટ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, 2021માં તેમની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર હતી.

કૈરીમિનાટી
કૈરીમિનાટી ભારતના જાણીતા યુટ્યૂબરોમાં સામેલ છે. કૈરીમિનાટીની બે યુટ્યૂબ ચેનલ છે. CarryMinati બે ચેનલ ચલાવે છે. એક CarryisLive ગેમિંગ અને લાઈવ સ્ટ્રીમ માટે છે. જ્યારે તેની અન્ય ચેનલ કેરીમિનાટી અન્ય વીડિયો માટે છે. તેની ચેનલ CarryMinati પર 35 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની અન્ય Youtube ચેનલ CarryIsLive ચેનલ પર 9.3 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. બિઝનેસ કનેક્ટ ઈન્ડિયા અનુસાર, તેની 3.5 મિલિયન ડોલરની સંપતિ છે.