ચોરોએ ચોંકાવનારી યોજના બનાવી, માલિકના પણ હોશ ઉડી ગયા

યુપીના સહરાનપુરના કોતવાલી અંતર્ગત પુલ જોગીયાન વિસ્તારમાં ચોરોએ એક મોબાઈલ શોપમાંથી ચોરી કરવાની એવી યોજના બનાવી કે શોપ માલિકના પણ હોશ ઉડી ગયા

યુપીના સહરાનપુરના કોતવાલી અંતર્ગત પુલ જોગીયાન વિસ્તારમાં ચોરોએ એક મોબાઈલ શોપમાંથી ચોરી કરવાની એવી યોજના બનાવી કે શોપ માલિકના પણ હોશ ઉડી ગયા. ચોરોએ ફક્ત અડધા દિવસમાં જ મોબાઈલ ચોરી કરવા માટે સુરંગ ખોદી નાખી. જયારે માલિકની નજર સુરંગ પર પડી ત્યારે ચોરોની આ યોજનાનો ભાંડો ફોડ્યો. જલ્દીમાં પોલીસ બોલાવવામાં આવી અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી.

omg

મળતી જાણકારી અનુસાર પુલ જોગીયાન નજીક પેટ્રોલ પંપ સામે શહેરની ફેમસ ખાલસા મોબાઈલ શોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બપોરના સમયે સ્વામી અને કર્મચારીને દુકાનના પાછળના ભાગમાં જમીન પર કેટલીક માટી જેવી દેખાઈ. શંકા થવા પર જયારે તેમને સામાન હટાવીને જોયું તો તેઓ અચંબામાં પડી ગયા. દુકાનની નીચે જમીન તૂટેલી જોવા મળી. ટોર્ચના અજવાળામાં જોયું તો અંદર મોટી સુરંગ ખોદેલી હતી.

omg

આખી ઘટના વિશે જાણકારી મળતા જ આસપાસના દુકાનદારો અને લોકોની ભીડ જમા થઇ ગઈ. દુકાન સુધી સુરંગ ખોદેલી જોઈ બીજા દુકાનદારો પણ ચોકી ઉઠ્યા. સૂચના મળતા જ નગર ચોકી પોલીસ અને સીઓ પ્રથમ ઇંદુ સિદ્ધાર્થ જગ્યા પર પહોંચ્યા અને તેમને તપાસ શરુ કરી. ત્યારપછી એસએસપી દિનેશ કુમાર અને એસપી સીટી પ્રબળ પ્રતાપ સિંહ પણ જગ્યા પર પહોંચી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે ચાલાક ચોરોએ ગટર નીચેથી દુકાન સુધીની સુરંગ ખોદી નાખી હતી. જગ્યા પર ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

આ પણ વાંચો: પોતાના ગંદા અને વાસ મારતા મોજા વેચીને આ મહિલા લાખો કમાય છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X