For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લે. જનરલ સિંહે ઠુકરાવી 3 કિમી પાછળ જવાની ચીની ફોર્મ્યુલા

ભારત અને ચીનના કમાંડર વચ્ચે બેઠકમાં કોઈ સંમતિ થઈ શકી નહિ.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે અને આ અથડામણને ખતમ કરવા માટે મંગળવારે ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર વાતચીત ચાલુ છે. ભારત અને ચીન વચ્ચે તણાવને ખતમ કરવા માટે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર આ ત્રીજી મીટિંગ છે. રાતે 12.30 વાગ્યા સુધી મીટિંગ ચાલુ હતી અને સૂત્રોના જણાવ્યા મુજબ બંને દેશોની સેનાઓ કોઈ પરિણામ પર પહોંચી શકી નથી. આ મીટિંગનો હેતુ બંને તરફથી ડિએસ્કલેશનના નિયમોનુ નિર્ધારણ કરવાનો હતો. પરંતુ ભારત અને ચીનના કમાંડર વચ્ચે સંમતિ થઈ શકી નહિ.

india-china

12 કલાકથી વધુ ચાલી મીટિંગ

મંગળવારે મીટિંગ લેહ હેઠળ આવતા ચુશુલમાં બૉર્ડર પર્સનલ પોઈન્ટ(બીપીએમ) પર થઈ હતી. સેનાના સૂત્રો મુજબ મીટિંગમાં ભારતના પ્રતિનિધિ 14 કોરના કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહે ચીનની સાઉથ શિનજિયાંગ મિલિટ્રી ડિસ્ટ્રીક્ટના કમાંડર મેજર જનરલ લિયુ લિન સામે પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ)ની આક્રમકતા પર ચિંતા વ્યક્ત કરી. તે એ વાત પર ચિંતિત હતા કે ચીને ક્ષેત્રમાં ઘણા વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરી દીધો છે. લે. જનરલ હરિંદર સિંહે માંગ કરી કે અહીં યથાસ્થિતિ ચાલુ રાખવામાં આવે અને સાથે જ ચીની સેના તરત ગલવાન ઘાટી, પેંગોંગ ત્સો અને ઘણા બીજા વિસ્તારોમાંથી પાછળ હટે. બંને વચ્ચે વાતચીત મંગળવારે સવારે 11 વાગે શરૂ થઈ હતી અને રાતે લગભગ 1 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રો તરફથી માહિતી આપવામાં આવી કે ભારતે ચીનને એ પણ કહ્યુ છે કે તે સીમા વિવાદને ઉકેલવા માટે સમજૂતીના નિયમોનુ પાલન કરે.

ફિંગ 8 સુધીનો વિસ્તાર ભારતનો

કહેવામાં આવી રહ્યુ છે કે ચીનના મેજર જનરલ લિયુ લિને કહ્યુ હતુ કે બંને દેશોની સેનાઓ મહત્વના વિસ્તારોમાંથી 2થી 3 કિલોમીટર સુધી પાછળ હટી જાય. લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પેંગોંગ ત્સો અને ફિંગર 4 પર ચીન આ પ્રસ્તાવને માનવા માટે તૈયાર નહોતુ. ભારતે ચીનને સ્પષ્ટ કરી દીધુ છે કે પેંગોંગ ત્સોની ફિંગર 8 સુધી તેનો દાવો છે. ચીનની સેના તરફથી ભારતને ફિંગર 3 સુધી જવા માટે કહ્યુ છે અને સેનાએ આને ન માનીને પોતાની તૈનાતીને વધુ વધારી દીધી છે. ચીન ગલવાન ઘાટીથી પણ પોતાની સેનાને પાછળ હટાવવા માટે રાજી નથી. આ સાથે જ ત્રણ વધુ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ(પીપી)14 જે ગલવાન ઘાટીમાં આવે છે, પીપી 15 અને ગોગરા પોસ્ટ પાસે લગભગ 17એ પર પણ ચર્ચા થઈ છે. ગોગરા પોસ્ટ હૉટ સ્પ્રિંગ્ઝ એરિયામાં આવે છે. આ પહેલા જે કોર કમાંડર મીટિંગ થઈ હતી તેમાં ચીને દાવો કર્યો હતો કે તેની સેના દાવાવાળી રેખાથી 800 મીટર દૂર છે.

Weather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવનાWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના

English summary
Third round core commander level talks between India and China failed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X