For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે દુનિયાનો એવો પહેલો દેશ જ્યાં ફ્રીમાં મળશે પીરિયડ્ઝ પ્રોડક્ટસ

સ્કૉટલેન્ડે દરેક ઉંમરની મહિલાઓને મફતમાં સેનિટરી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓને ઘણા પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે. આ દરમિયાન તેમને સંક્રમણનો ખતરો વધુ રહે છે અને આને ધ્યાનમાં રાખીને સ્કૉટલેન્ડે દરેક ઉંમરની મહિલાઓને મફતમાં સેનિટરી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. સ્કૉટલેન્ડ આમ કરનાર પહેલો દેશ બની ગયો છે. આ દેશમાં પીરિયડ્ઝમાં ઉપયોગમાં લેવાતી બધી વસ્તુઓ ફ્રીમાં મળશે. આ વિશે અહીંની સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યુ જેને એકમતથી પાસ કરી દેવામાં આવ્યુ.

22 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે

22 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે

સેનેટરી ઉત્પાદ બિલ સ્કૉટલેન્ડનો પ્રસ્તાવ મંત્રી મોનિકા લેનનની સંસદમાં રાખ્યો હતો. સંસદમાં હાજર 112 લોકોએ પહેલા તબક્કામાં આને મંજૂરી આપી છે. હવે આ બિલને આગળ વધારવામાં આવશે. આ કાયદો બન્યા બાદ સામુદાયિક ભવન, યુથ ક્લબ અને મેડિકલ સ્ટોર સહિત ઘણા સાર્વજનિક સ્થળોમાં સેનિટરી નેપકિન મફતમાં મળશે. આ પહેલા પણ વર્ષ 2018માં સ્કૉટલેન્ડ સરકારી સ્કૂલોમાં મફત સેનિટરી ઉત્પાદન આપનાર પહેલો દેશ બની ચૂક્યો છે. આ બિલમાં વર્ષના 22 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો છે.

સેનિટરી પેડ્ઝ અને ટેમ્પોન મફતમાં ઉપલબ્ધ રહેશે

સેનિટરી પેડ્ઝ અને ટેમ્પોન મફતમાં ઉપલબ્ધ રહેશે

આ પગલાં બાદ સ્કૉટેન્ડમાં સામુદાયિક કેન્દ્ર, યુવા ક્લબો અને ફાર્મસી સહિત બધા સાર્વજનિક સ્થળો પર સેનિટરી પેડ્ઝ અને ટેમ્પોન મફતમાં ઉપલબ્ધ રહેશે. માહિતી મુજબ સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટીમાં પણ છાત્રાઓ માટે મફતમાં સેનિટરી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પીરિયડ્ઝ પૉવર્ટીને સમાપ્ત કરવા માટે અભિયાન ચલાવી રહી છે લેનન

પીરિયડ્ઝ પૉવર્ટીને સમાપ્ત કરવા માટે અભિયાન ચલાવી રહી છે લેનન

આ બિલ હેઠળ દરેક જિલ્લાના સ્થાનિક પ્રશાસનને પીરિયડ પ્રોડક્ટ્સને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે. તમને જણાવી દઈએ કે મોનિકા લેનન વર્ષ 2016થી જ સ્કૉટલેન્ડમાં પીરિયડ્ઝ પૉવર્ટીને સમાપ્ત કરાવવાનુ અભિયાન ચલાવી રહી છે.

Farmers March: દિલ્લીમાં આજે ખેડૂતોના ધરણા, બૉર્ડર સીલFarmers March: દિલ્લીમાં આજે ખેડૂતોના ધરણા, બૉર્ડર સીલ

English summary
This countery is first in the world to make sanitary products free.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X