For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐતિહાસિક! સતત છઠ્ઠા વર્ષે સૌથી સસ્તી વીજળી, કેજરીવાલે દિલ્હીવાસીઓને અભિનંદન પાઠવ્યા

ઐતિહાસિક! સતત છઠ્ઠા વર્ષે સૌથી સસ્તી વીજળી, કેજરીવાલે દિલ્હીવાસીઓને અભિનંદન પાઠવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય સહિતના કેટલાંય એવાં ક્ષેત્રો છે જેમાં દિલ્હી સતત વિકાસના રસ્તે દોડી રહી છે. એટલું જ નહિ દિલ્હીની AAP સરકારે વીજળીના ભડકે બળતા ભાવને કાબૂમાં લેવા મહત્વની પોલિસી બનાવી હતી જે અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે દિલ્હીની કેજરીવાલ સરકારે વીજળીના ભાવ ના વધારવાનો નિર્ણય લીધો છે. 28મી ઓગસ્ટે દિલ્હી ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (DERC) દ્વારા નિર્ણયની ઘોષણા કરવામાં આવી હતી કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દિલ્હીમાં વર્ષ 2020-21 માટે વીજળીના ટેરિફ પ્લાન મોંઘા કરવામાં નહિ આવે.

arvind kejariwal

જેની તરત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી દિલ્હીવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, "એક તરફ જ્યાં દર વર્ષે આખા દેશમાં વીજળીના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં સતત છઠ્ઠા દિવસે વીજળીના ભાવ વધવા નથી દીધા અને અમુક ક્ષેત્રોમાં રેટ ઘટાડ્યા પણ છે. આ ઐતિહાસિક છે અને એટલા માટે બની રહ્યું છે કે તમે દિલ્હીમાં એક ઈમાનદાર સરકાર બનાવી છે."

DERCએ જણાવ્યું કે કોરોના મહામારીને કારણે BSES રાજધાની પાવર લિમિટેડ, BYPL, TPDDL, NDMC જેવી પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓનો રેવન્યૂ ઘટ્યો છે છતાં દિલ્હી સરકારે પાવર યૂનિટના રેટ ના વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે..

ઉલ્લેખનીય ચે કે 2013માં દિલ્હીમાં વીજળીના ઉંચા દરના વિરુદ્ધ અરવિંદ કેજરીવાલે ભૂખ હડતાળ (વિજળી- પાણી સત્યાગ્રહ) પણ કરી હતી. પોતાના એજન્ડામાં તેમણે વીજળી અને પાણી સસ્તાં કરવાનું વચન આપ્યું હતું. સત્તામાં આવતાની સાથે જ કેજરીવાલે વીજળીના રેટમાં 50% કટૌતી કરી હતી.

ત્યારથી જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીવાસીઓને વીજળીના ટેરિફ પ્લાનમાં વધારો કરવાનું ટાળી નાગરિકોને રાહત આપી. અન્ય રાજ્યોમાં યૂનિટ દીઠ વસૂલાતા રેટ પર નજર ફેરવીએ તો દ્રશ્ય ચોંકાવનારું જણાશે.

રાજ્ય 0-100 યૂનિટ 101-200 યૂનિટ
ગુજરાત 3.5 રૂપિયા 4.15 રૂપિયા
પંજાબ 4.19 રૂપિયા 6.34 રૂપિયા
ગોવા 1.5 રૂપિયા 2.25 રૂપિયા
દિલ્હી 00 00

જ્યારે ઉત્તર પ્રદેશમાં 0-150 યૂનિટ સુધી યૂનિટ દીઠ 5.5 રૂપિયા ભાવ છે અને 151થી 200 યૂનિટ દીઠ 6 રૂપિયા ભાવ છે.

 ટ્રાફિક નિયમો ભંગ કરવાના મામલે આ શખ્સની સદી, 5.5 ફીટ લાંબુ 57 હજારનું ચલાન કપાયું ટ્રાફિક નિયમો ભંગ કરવાના મામલે આ શખ્સની સદી, 5.5 ફીટ લાંબુ 57 હજારનું ચલાન કપાયું

English summary
This is historic! No hike in power tariff 6th year in a row. Delhi gets the benefit of an honest government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X