For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂત આંદોલનને વધુ મજબૂતી આપવા માટે 21 એપ્રિલે પંજાબના હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે

ખેડૂત આંદોલનને વધુ મજબૂતી આપવા માટે 21 એપ્રિલે પંજાબના હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે

|
Google Oneindia Gujarati News

બૈસાખીના અવસર પર પંજાબના તલવંડી સાબોમાં થયેલ ખેડૂતોની બેઠકમાં બીકેયૂના પ્રમુખ જોગિંદર સિંહ ઉગરાહાંએ કૃષિ કાયદા સામે પોતાની લડાઈ યથાવથ રાખવાનું એલાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે 21 એપ્રિલે આખા રાજ્યથી હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ સંઘના નેતાઓ સુખદેવ સિંહ કોકરી કલા અને ઝંડા સિંહ જેઠુકેની આગેવાનીમાં દિલ્હી તરફ કૂચ કરશે.

farmers protest

આ અવસર પર તેમણે જલિયાંવાલા બાગ નરસંહારમાં મૃત્યુ પામનાર લોોકને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે મોદી સરકાર દેશી અને વિદેશી વેપારીઓને કઠપુતલીની જેમ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે બાજપ સરકાર ખેડૂતોના સંઘર્ષને સાંપ્રદાયિક આધારે વહેંચવા અને આ આંદોલનને માત્ર સિખોના સંઘર્ષનું આંદોલન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપની આ યોજનાઓને માત આપવાની જરૂરત છે. તેમણે આગળ કહ્યું કે વર્તમાનમાં સંઘર્ષને આગળ વધારવા માટે મે મહિનામાં સંસદ તરફ એક વિશાળ રેલી આયોજિત કરાશે.

અન્ય એક ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે પંજાબથી શરૂ થયેલ આ ખેડૂત આંદોલન હવે આખા દેશમાં ફેલાઈ ચૂક્યું છે અને તેને બધાનું સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ખેડૂત સંઘર્ષે રાજનૈતિક દળોના જનવિરોધી સ્વરૂપને ઉજાગર કર્યું છે. તેમણે આગળ કહ્યું કે આ લડાઈ ખેડૂતો અને દેશ વિદેશના કોર્પોરેટો વચ્ચેની છે.

ગુજરાતમાં 24 કલાકમાં મળ્યા અત્યાર સુધીના સૌથી વધુ 6690 કોરોના દર્દી, આ રીતે તૂટ્યા રેકૉર્ડગુજરાતમાં 24 કલાકમાં મળ્યા અત્યાર સુધીના સૌથી વધુ 6690 કોરોના દર્દી, આ રીતે તૂટ્યા રેકૉર્ડ

English summary
Thousands of Punjab farmers to march to Delhi on April 21
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X