For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ડ્રોન હુમલાનો ખતરો, સુરક્ષા વધારવામાં આવી, પોલીસ એલર્ટ

દિલ્હીમાં ડ્રોન હુમલાનો ખતરો, સુરક્ષા વધારવામાં આવી, પોલીસ એલર્ટ

|
Google Oneindia Gujarati News

ગણતંત્ર દિવસના અવસર પર આજે દશની રાજધાનીમાં સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે. સુરક્ષા એન્સીઓએ પહેલેથી જ ઈનપુટ આપ્યા છે કે ગણતંત્ર દિવસના અવસર પર આતંકી ડ્રોન હુમલો કરી શકે છે, જેને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે એન્ટી ડ્રોન સિસ્ટમ તેનાત કરી છે જે આ સંભાવિત હુમલાને ટાળી શકે. સાથે જ પોલીસે સંદિગ્ધ લોકોની તલાશી પણ શરૂ કરી દીધી છે. સૂત્રો મુજબ સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે દેશની રાજધાની દિલ્હીમાં ડ્રોન હુમલો થઈ શકે છે. દિલ્હીના પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ પણ રાજધાનીમાં સુરક્ષા ઈંતેજામ ચકાસ્યા છે. આઈબીએ પોલીસને કહ્યું કે ડ્રોન વેચનારાઓ પર નજર રાખો.

republic day

પોલીસે જણાવ્યું કે ડ્રોનને લઈ કેન્દ્ર તરફથી આપવમાં આવેલ તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલનું અમે પાલન કરી રહ્યા છીએ. દિલ્હીને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, પહેલા ઝોનને ગ્રીન ઝોન બનાવવામાં આવ્યું છે જે દિલ્હીના બાહરી વિસ્તાર છે, બીજા ઝોનને યેલો ઝોન જ્યાં ડ્રોન અમુક પ્રતિબંધો સાથે ઉડાવી શકાય છે. જે બાદ ત્રીજું ઝોન રેડ ઝોન છે, જ્યાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પરંતુ ગણતંત્ર દિવસ અને અન્ય મહત્વના અવસર પર અમે દિલ્હીમાં ડ્રોનને સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખીએ છીએ.

દિલ્હી પોલીસ મુજબ આતંકી હુમલાનો ખતરો મહત્વના અવસરો પર વધી જાય છે. હાલમાં જ ગાજીપુર ફૂલ મંડી પાસે બોમ્બ મળ્યો હતો, જે પાકિસ્તાન સંબંધિત હતો. હવે પોલીસને ઈનપુટ મળ્યા છે કે કેટલાક સંદિગ્ધ લોકો જમ્મૂથી દિલ્હી રોડ માર્ગે પહોંચ્યા છે. અમે આ લોકોની તલાશી શરૂ કરી દીધી છે. ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને આ ઈનપુટ આપ્યા છે. પોલીસે જણાવ્યા મુજબ તેઓ સુરક્ષા સાથે જોડાયેલ કોઈપણ એલર્ટને ગંભીરતાથી લઈ રહ્યા છે. દિલ્હીમાં એન્ટી ડ્રોન સિસ્ટમ, ફેસિયલ રિકગ્નિશન સિસ્ટમ લગાવવામાં આવી છે. મંગળવારે જ સંદિગ્ધ આતંકીઓના પોસ્ટરને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. હનુમાન મંદિર અને કનૉટ પ્લેસ પર તે લગાવવામાં આવ્યું છે.

English summary
Threat of drone attack in Delhi, police alert, delhi separated in 3 zone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X