For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુભ સંકેતઃ દેશમાં વધી રહી છે વાઘોની સંખ્યા

|
Google Oneindia Gujarati News

IndianTiger
નવી દિલ્હી, 23 એપ્રિલઃ દેશમાં પોતાની પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા વાઘોની સંખ્યાને લઇને એક શુભ સંકેત પર્યાવરણ અને વન રાજ્યમંત્રી દ્વારા આજે રાજ્ય સભા રજૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં વાઘોની સંખ્યા વધી રહી છે. સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને દર ચાર વર્ષના અંતરાલમાં ફરી એકવાર કરવામાં આવેલી ગણતરીમાં દેશમાં વાઘોની સંખ્યા વધવાના સંકેત મળ્યા છે.

પર્યાવરણ અને વન રાજ્યમંત્રી જયંતિ નટરાજને જણાવ્યું કે, અખિલ ભારતીય અનુમાન 2010 અનુસાર વાઘોની સંખ્યા વધીને 1706 થઇ શકે છે, જ્યારે 2006ના અનુમાન અનુસાર આ સંખ્યા અંદાજે 1411 હતી. તેમણે જણાવ્યું કે, 2013માં 34 વાઘોના મોત નીપજ્યાં છે. તેમાંથી પાંચ વાઘ શિકારના કારણે મૃત્યું પામ્યા અને ત્રણ વાઘોની મોત પ્રાકૃતિક અને અન્ય કારણોથી થયું. 26 વાઘોના મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

જયંતીએ વિરેન્દ્ર પ્રસાદ વૈશ્યના પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું કે, આસામમાં પોતાના મૂળ સ્થાનોને છોડીને અન્ય સ્થાનો પર આવેલા વાઘો માટે 'માનક પરિચાલન પ્રક્રિયા' અપનાવવામાં આવી રહી છે.

પર્યાવરણ અને વન રાજ્યમંત્રીએ વિજય જવાહરલાલ દર્ડાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, 2012-13 દરમિયાન વિભિન્ન રાજ્યોમાં રેલ દુર્ઘટનાઓના કારણે 16 હાથીઓના મોત થયાં જ્યારે 2011-12માં આ આંકડો 13નો હતો. જયંતીએ જણાવ્યું કે, આસામમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની બહાર ત્રણ વર્ષ અને ચાલુ વર્ષ દમરિયાન 18 ગેંડાઓ શિકારમાં માર્યા ગયા છે.

તેમણે જણાવ્યું કે, કાર્બેટ વાઘ રિઝર્વના દક્ષિણી ભાગમાં 24 કલાક ઇલેક્ટ્રોનિક દેખરેખ રાખવામાં આવી છે, તેના માટે લાંબી રેન્જવાળા ઇટેલિજેન્ટ થર્મલ થતા ઇન્ફ્રારેડ કેમેરાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

English summary
Tigers are increasing in india, environment minister Jayanthi Natarajan said in Rajyasabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X