For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલ અને એપ્પલ પ્લે સ્ટોરથી હટ્યુ ટિકટૉક, એક દિવસ પહેલા સરકારે કર્યુ છે બેન

શૉર્ટ વીડિયો બનાવનાર ચીની એપ ટિકટૉક (TikTok) એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

શૉર્ટ વીડિયો બનાવનાર ચીની એપ ટિકટૉક (TikTok) એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવ્યુ છે. એક દિવસ પહલે સોમવારે જ ભારત સરકાર દ્વારા 59 ચીની એપને દેશમાં બેન કરી દેવામાં આવી હતી. જો કે બેન કરવાની ઘોષણા બાદ સુધી ટિકટૉક પ્લે સ્ટોર પર દેખાઈ રહ્યુ હતુ પરંતુ મંગળવારની સવાર સુધી એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર દેખાતુ બંધ થઈ ગયુ. સરકાર દ્વારા બેન કરાયેલ એપમાંથી અમુક અત્યારે પણ પ્લે સ્ટોર પર દેખાઈ રહ્યા છે પરંતુ એવુ કહેવાઈ રહ્યુ છે કે આ પણ જલ્દી અહીંથી હટી જશે.

tiktok

સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 69એ હેઠળ આ 59 ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી એક નોટિસ જારી કરીને કહેવામાં આવ્યુ છે કે આ 59 ચીની એપ્સ એ ગતિવિધિઓમાં લાગેલી હતી જે ભારતીય સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરો છે. એવામાં સરકારે આ એપ્સ પર બેન લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે ડેટા સુરક્ષા સાથે જોડાયેલા પાસાંઓ અને 130 કરોડ ભારતીયોની ગોપનીયતાની સુરક્ષા માટે ચિંતાઓ વધી ગઈ હતી. હાલમાં જ એ ધ્યાન આપવામાં આવ્યુ છે કે આ પ્રકારની ચિંતાઓથી આપણા દેશની સંપ્રભુતા અને સુરક્ષાને પણ ખતરો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં હવે ચીની એપ્સની તુલનામાં દેશી એપ્સને પ્રોત્સાહન મળી રહ્યુ છે. ચિંગારી જેવી નવી એપ્સ ચીની ટિકટૉક જેવી એપની જગ્યા લેવા આવી ગઈ છે. હાલમાં જ ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ બાદથી દેશમાં બૉયકૉટ ચાઈના અભિયાન પણ ચાલી રહ્યુ છે. વાસ્તવમાં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ છેતરપિંડી કરીને ભારતીય સૈનિકો પર હુમલો કરી દીધો હતો જેનાથી આપણા 20 જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારબાદથી લોકોમાં ચીન પ્રત્યે નારાજગી છે. એવામાં દેશની સંપ્રભુતા માટે ખતરો બનેલી ચીની એપ્સને બેન કરવી ઘણી જરૂરી હતી.

ભારતની પહેલી વેક્સીન 'કોવાક્સીન'ને માનવ પરીક્ષણની મંજૂરીભારતની પહેલી વેક્સીન 'કોવાક્સીન'ને માનવ પરીક્ષણની મંજૂરી

English summary
Tiktok removed from apple app store and google play store government ban this chinese app
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X