For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર TIME મેગેઝીનની વાંધાજનક હેડલાઈન, ‘India's divider in chief'

અમેરિકી સમાચાર મેગેઝીન ‘ટાઈમ' એ 20 મે, 2019ના એડીશનમાં પોતાના કવર પેજ પર ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો છાપ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી સમાચાર મેગેઝીન 'ટાઈમ' એ 20 મે, 2019ના એડીશનમાં પોતાના કવર પેજ પર ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો છાપ્યો છે. મેગેઝીને કવરપેજ પર મોદીના કેરીકેચર સાથે શીર્ષક આપ્યુ છે કે 'ઈન્ડિયાઝ ડિવાઈડર ઈન ચીફ' એટલે કે ભારતના ભાગલા પાડનાર પ્રમુખ ગણાવ્યા છે. ટાઈમ મેગેઝીનના એશિયા એડિશને લોકસભા ચૂંટણી 2019 અને છેલ્લા પાંચ વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારના કામકાજ પર લીડ સ્ટોરી કરી છે. મેગેઝીને સવાલ પૂછ્યો છે કે શું દુનિયાના સૌથી મોટા લોકતંત્રને મોદી સરકારના પાંચ વર્ષ વધુ ઝેલવા પડશે? આ હેડલાઈન આપનાર પત્રકારનું નામ છે આતિશ તસીર.

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યોઆ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

20મેના રોજ બજારમાં આવશે મેગેઝીન

20મેના રોજ બજારમાં આવશે મેગેઝીન

મેગેઝીનના લેખમાં બતાવવામાં આવ્યુ છે કે પીએમ મોદીએ પોતાના કાર્યકાળમાં સાંપ્રદાયિક માહોલ બગાડવાની કોશિશ કરી છે. પીએમ મોદીના કવરવાળી આ મેગેઝીન 20 મે, 2019 ના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલા ટાઈમ મેગેઝીને પોતાની વેબસાઈટ પર આ રિપોર્ટને પ્રકાશિત કર્યો છે. સ્ટોરીના લેખત આતિશ તાસીર લોકતંત્રમાં વધતા પોપ્યુલરિઝમની વાત કરે છે. તે તુર્કી, બ્રાઝિલ, બ્રિટન અને અમેરિકાનો પણ હવાલો આપે છે. આ લેખની શરૂઆત આ વાક્યથી થાય છે કે મહાન લોકતંત્રોનો લોકપ્રિયતાવાદની તરફ ઝૂકાવ, ભારત આ દિશામાં પહેલુ લોકતંત્ર હશે.

પીએમ મોદીએ આ પાંચ વર્ષોમાં સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ કરી

આ સ્ટોરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામકાજ પર સખત ટીકાત્મક ટિપ્પણી કરીને મેગેઝીને નહેરુના સમાજવાદ અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થિતિની તુલના કરી છે. મેગેઝીને લખ્યુ કે જવાહરલાલ નહેદુએ દેશમાં બધાને સમાન હક આપીને કહ્યુ કે અહીં દરેક ધર્મા લોકો માટે જગ્યા હશે. નહેરુ સેક્યુલર વિચારધારાના હતા પરંતુ પીએમ મોદીએ આ પાંચ વર્ષોમાં સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ કરી છે. નરેન્દ્ર મોદીએ હિંદુ અને મુસલમાનો વચ્ચે ભાઈચારાની ભાવનાને વધારવા માટે કોઈ ઈચ્છાશક્તિ બતાવી નથી.

એ વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે કે 2014 આશાઓની ચૂંટણી હતી

એ વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે કે 2014 આશાઓની ચૂંટણી હતી

આ લેખમાં 1984ના સિખ હુલ્લડો અને 2002ના ગુજરાત હુલ્લડોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેગેઝીનમાં લખવામાં આવ્યુ છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ 1984ના હુલ્લડો માટે આરોપમુક્ત નથી પરંતુ તેમ છતા તેણે હુલ્લડો દરમિયાન ઉન્માદી ભીડથી પોતાને અળગુ રાખ્યુ પરંતુ નરેન્દ્ર મોદી 2002ના હુલ્લડો દરમિયાન પોતાના મૌનથી ‘ઉન્માદી ભીડના દોસ્ત' સાબિત થયા. તાસીરે લખ્યુ કે 2014માં નરેન્દ્ર મોદીએ લોકોને આર્થિક વચનો આપ્યા, તેમને નોકરી અને વિકાસની વાતો કરી પરંતુ હવે આ વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે કે 2014 આશાઓની ચૂંટણી હતી. લેખમાં કહેવામાં આવ્યુ છે કે મોદી દ્વારા આર્થિક ચમત્કાર લાવવાના વચવો ફેલ થઈ ગયા, એટલુ જ નહિ તેમણે દેશમાં ઝેર ભરી ધાર્મિક રાષ્ટ્રવાદનો માહોલ તૈયાર કરવામાં જરૂર મદદ કરી.

મોદી ભાગ્યશાળી છે કે તેમની સામે નબળો વિપક્ષ છે

મોદી ભાગ્યશાળી છે કે તેમની સામે નબળો વિપક્ષ છે

મેગેઝીને એ પણ લખ્યુ છે કે મોદી ભાગ્યશાળી છે કે તેમની સામે નબળો વિપક્ષ છે. જ્યાં બેમેળ ગઠબંધન છે જેનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે. આ ગઠબંધન સામે મોદીને હરાવવા ઉપરાંત બીજો કોઈ એજન્ડા નથી. આ લેખમાં છેલ્લા પાંચ વર્ષોમાં દેશના અલગ અલગ ભાગોમાં થયેલી મોબ લિંચિગ અને ગાયના નામ પર થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે ગાય માટે મુસલમાનો પર વારંવાર હુમલા કરવામાં આવ્યા અને તેમને મારવામાં આવ્યા. એક પણ મહિનો એવો નથી ગયો જેમાં લોકોના સ્માર્ટફોન પર એ ફોટો ના આવ્યો હોય જેમાં ગુસ્સે થયેલી હિંદુ ભીડ એક મુસ્લિમને પીટી ના રહ્યા હોય. લેખમાં કહેવામાં આવ્યુ છે કે 2017માં ઉત્તર પ્રદેશમાં જ્યારે ભાજપ ચૂંટણી જીતી તો ભગવા પહેરનારા અને નફરત ફેલાવનાર એક મહંતને સીએમ બનાવી દીધા.

English summary
TIME magazine cover features on PM narendra Modi, give controversial headline India's divider in chief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X