For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ વિસ્ફોટઃ હવે પાકિસ્તાનને કોસવાનું બંધ કરો!

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદમાં થયેલા બે શક્તિશાળી વિસ્ફોટમાં 16 લોકોના મોત બાદ હવે પાકિસ્તાનને કોસવું જોઇએ નહીં? તમે એવું વિચારી રહ્યાં હશો કે અમે પાકિસ્તાનની તરફેણ કરી રહ્યાં છીએ, પરંતુ સાચી વાત એ છે કે અમે પાડોસી દેશની તરફેણ નથી કરી રહ્યાં પરંતુ ઘરમાં છૂપાઇને બેસેલા દુશ્મનોની વાત કરી રહ્યાં છીએ. જ્યારે પણ વિસ્ફોટ થાય છે ત્યારે તેની પાછળ લશ્કર એ તૌયબા, જૈશ એ મોહમ્મદ કે પછી ઇન્ડિયન મુજાહિદ્દિનનું નામ આવે છે, ત્યારે આપણે પાકિસ્તાન પર ગુસ્સો ઉતારીએ છીએ.

hyderabad-blasts
શું એ વ્યાજબી છે? નહીં, કારણકે સ્થાનિક લોકોની મદદ કે સહયોગ વગણ પાકિસ્તાન આપણો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. હૈદરાબાદના દિલસુખનગરમાં આતંકવાદ ખુલીને આવ્યો, એ પણ સાઇકલ પર. જરા વિચારો સાઇકલની વધુ ઝડપ કેટલી હશે? જો સાઇકલમાં બોમ્બ લગાવેલો છે તો તેની અસર વધારેમાં વધારે 20 કીમી થઇ શકે છે, આતંકી ચાલીને જ સાઇકલ લઇને આવ્યો હશે અને સિનેમા હોલની બહાર ઉભી રાખીને જતો રહ્યો.

ફોરેન્સિક અહેવાલ અનુસાર તેમાં આઇઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો અને પ્રત્યેક બોમ્બમાં એક કિલો આરડીએક્સ હતો. શું એક વ્યક્તિ સીધો પાકિસ્તાનથી એક કીલો આરડીએક્સ લઇને હૈદરબાદમાં વિસ્ફોટ કરી શકે? નહીં. સ્થાનિક વ્યક્તિના સહયોગ વગર આ અશક્ય છે. બોમ્બની પ્લાનિંગ ભલે સરહદ બહાર કરવામાં આવે, પરંતુ તેને અંજામ આપવા માટે કોઇને કોઇ હિન્દુસ્તાનીનો હાથ જરૂર હોય છે. જો આપણા દેશના એ ગણ્યા ગાઠ્યાં લોકો પાકિસ્તાનને મદદ કરવાની ના પાડી દે, તો શું આ ખુનની હોળી પાકિસ્તાન રમી શકે છે?

સંસદમાં આજે મહારાષ્ટ્રના સાંસદ આનંદ ગંગારામે એક યોગ્ય વાત કહી. તેમણે કહ્યું કે, આપણી જાસૂસી એજન્સીઓને ખબર છે કે દેશમાં ઇન્ડિયન મુજાહિદ્દિન જેવા આતંકવાદી ક્યાં-ક્યાં સક્રિય છે, પરંતુ કાર્યવાહી એટલા માટે નથી થતી, કારણ કે લોકોની ભાવનાને ઠેસ પહોંચશે. દેશની સુરક્ષા ભાવનાઓથી ઘણી જ ઉપર છે. આપણે હવે આવા સંગઠનોને ઝડમૂળથી ઉખેડી નાખવા પડશે. સાંસદ ગંગારામની આ વાતમાં દમ છે. કારણ કે, સિમી અને ઇન્ડિયન મુજાહિદ્દિન જેવા સંગઠન આપણા દેશની ધરતી પર જ મોટા થઇ રહ્યાં છે. આ સંગઠનોનો ખાતમો માત્ર કડક પગલા ભરવાથી જ થઇ શકે છે, હવે સમય આવી ગયો છે, જ્યારે પાકિસ્તાનને કોસવાનું બંધ કરીને કાર્યવાહી કરવામાં આવે.

English summary
If leadership in India is strong why would neighbors think of attacking us? Time to stop blaming Pakistan for everything. Can Pakistan attack India without support from our citizens?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X