For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: CM મમતા બેનર્જીએ તોડાવ્યુ ભાજપ કાર્યાલયનું તાળુ, દિવાલો પર બનાવ્યુ TMCનું નિશાન

સમાચાર છે કે ઉત્તર 24 પરગણા જિલ્લામાં સીએમ મમતા બેનર્જી પોતે ભાજપ કાર્યાલયનું તાળુ તોડવા પહોંચ્યા. તેમણે દાવો કર્યો છે કે આ કાર્યાલય ટીએમસીનું છે જેના પર ભાજપે કબ્જો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 ખતમ થઈ ગઈ પરંતુ આ ચૂંટણી દરમિયાન બંગાળમાં સળગેલી નફરતની આગ ઓલવાનું નામ નથી લઈ રહી તેના બદલે દિન-પ્રતિદિન વધી રહી છે. હાલમાં ભાજપ વિરુદ્ધ મમતા બેનર્જીની લડાઈ ઘણી તીખી થઈ ગઈ છે. બંને પાર્ટીઓનુ વાકયુદ્ધ હવે કાર્યાલયો પર કબ્જો કરવાની મારામારી પર આવી ગયુ છે. સમાચાર છે કે ઉત્તર 24 પરગણા જિલ્લામાં સીએમ મમતા બેનર્જી પોતે ભાજપ કાર્યાલયનું તાળુ તોડવા પહોંચ્યા. તેમણે દાવો કર્યો છે કે આ કાર્યાલય ટીએમસીનું છે જેના પર ભાજપે કબ્જો કર્યો છે.

આ પણ વાંચોઃ નવી શિક્ષણ નીતિ વિશે શશિ થરૂરે ઉત્તર ભારતીયો પર સાધ્યુ નિશાનઆ પણ વાંચોઃ નવી શિક્ષણ નીતિ વિશે શશિ થરૂરે ઉત્તર ભારતીયો પર સાધ્યુ નિશાન

મમતા બેનર્જીએ ભાજપ કાર્યાલયનું તોડાવ્યુ તાળુ

તમને જણાવી દઈએ કે 30મેના રોજ જ્યારે નરેન્દ્ર મોદી ફરીથી પીએમ પદના શપથ લઈ રહ્યા હતા તે વખતે સીએમ મમતા ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી અને સંબોધન બાદ તે સીધા પરગણા જિલ્લાના ભાજપના કાર્યાલય પહોંચ્યા અને તેનુ તાળુ તોડાવ્યુ. એટલુ જ નહિ તેમણે આદેશ આપ્યો કે કાર્યાલયની દિવાલો પરથી ‘ભગવો રંગ' અને ‘કમળ'નું નિશાન હટાવવામાં આવે, તેમણે પોતાની સામે જ આખી દિવાલ પર સફેદી કરાવી.

મમતાએ જાતે પેઈન્ટ કર્યુ ટીએમસીનું નિશાન

મમતાએ જાતે પેઈન્ટ કર્યુ ટીએમસીનું નિશાન

એટલુ જ નહિ મમતા બેનર્જીએ જાતે કાર્યાલયની દિવાલો પર પોતાની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન પેઈન્ટ કર્યુ અને પાર્ટીનું નામ લખ્યુ, મમતાનો આરોપ છે કે ટીએમસીના આ કાર્યાલય પર ભાજપે કબ્જો કરી લીધો હતો પરંતુ હવે મમતાની આગેવાનીમાં ટીએમસીએ ફરીથી આ કાર્યાલય પર પોતાનો કબ્જો જમાવી લીધો છે.

બંગાળમાં ચાલી રહ્યુ છે ‘જય શ્રીરામ' વાળુ રાજકારણ

બંગાળમાં ચાલી રહ્યુ છે ‘જય શ્રીરામ' વાળુ રાજકારણ

હાલમાં ‘જય શ્રીરામ' ઉદઘોષ પર જોરદાર રાજકારણ રમાઈ રહ્યુ છે. છેલ્લા અમુક દિવસોમાં જે રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વીડિયો સામે આવ્યા તેનાથી સાબિત થઈ રહ્યુ છે કે તેમને ‘જય શ્રીરામ'ના નાર લગાવવા સામે વાંધો છે પરંતુ હવે મમતા બેનર્જીએ ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની વાત કહી છે, તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે ‘જય શ્રીરામ'ના નારાથી તેમને કોઈ પ્રકારનો વાંધો નથી પરંતુ જે રીતે પશ્ચિમ બંગાળમાં લોકો વચ્ચે તણાવ વધારવા માટે ભાજપ આ નારાનો ઉપયોગ કરી રહ્યુ છે તેનાથી તેમને વાંધો છે. ભાજપ ધર્મ અને રાજકારણ બંને પરસ્પર મિલાવી રહ્યુ છે.

ભાજપ મોકલશે 10 લાખ પોસ્ટકાર્ડ

ભાજપ મોકલશે 10 લાખ પોસ્ટકાર્ડ

મમતા બેનર્જીના ‘જય શ્રીરામ'ના નારાના વિરોધ બાદ ભાજપે નિર્ણય લીધો છે કે તે તેમને 10 લાખ ‘જય શ્રીરામ' લખેલા પોસ્ટ કાર્ડ મોકલશે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે 18 સીટો પર જીત મેળવી છે જ્યારે ગઈ ચૂંટણીમાં તેમની પાસે માત્ર બંગાળમાં બે સીટો હતી. આ ચૂંટણીમાં ટીએમસીએ માત્ર 22 સીટો પર જીત મેળવી છે. વળી, 2014ની વાત કરીએ તો ટીએમસીએ 34 સીટો પર જીત મેળવી હતી.

English summary
TMC and BJP are capturing each others offices in disctricts of kokatta after elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X