શું બિરીયાની મસાલા પુરૂષની સેક્સ ડ્રાઇવ ઘટે છે?
તૃણમુલ કોંગ્રેસના નેતા રવિન્દ્રનાથ ઘોષએ બંગાળના કુચ બિહારમાં આવેલી બે સ્થાનિક બિરીયાનીની દુકાનો બંધ કરાવી હતી. આ સાથે તેમણે આરોર લગાવ્યો છે કે, બિરીયાની મસાલાથી પુરૂષોની સેક્સ ડ્રાઇવમાં ઘટાડો થાય છે.
તૃણમુલ કોંગ્રેસના નેતા રવિન્દ્રનાથ ઘોષએ બંગાળના કુચ બિહારમાં આવેલી બે સ્થાનિક બિરીયાનીની દુકાનો બંધ કરાવી હતી. આ સાથે તેમણે આરોપ લગાવ્યો છે કે, બિરીયાની મસાલાથી પુરૂષોની સેક્સ ડ્રાઇવમાં ઘટાડો થાય છે, જે કારણે તેમણે આ નિર્ણય લીધો છે.

મમતા બેનર્જીની આગેવાની હેઠળની બંગાળ સરકારમાં પૂર્વ પ્રધાન રવીન્દ્ર નાથ ઘોષે જણાવ્યું હતું કે, ઘણા લોકો તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બિરીયાની બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અને મસાલા પુરૂષોથી સેક્સ ડ્રાઇવમાં ઘટાડો થાય છે.
આ સાથે રવિન્દ્રનાથ ઘોષે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારના લોકો તરફથી એવી ફરિયાદો આવી રહી છે કે, તેઓ જાણતા નથી કે, બિરયાની બનાવવા માટે કયા સિક્રેટ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પુરુષોની જાતીય ઉત્તેજના માટે અવરોધક બની રહ્યા છે.
કૂચ બિહાર નગરપાલિકાના વર્તમાન અધ્યક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના લોકો આ વિસ્તારમાં બિરીયાની વેચતા હતા અને દુકાનો પણ લાયસન્સ વિના ચલાવી રહ્યા છે.
આ અંગે વધુમાં વાત કરતા પૂર્વ પ્રધાન જણાવે છે કે, આ તમામ ફરિયાદો બાદ, અમે અહીં આવ્યા અને જોયું કે દુકાનો પાસે ટ્રેડ લાઇસન્સ નથી. તેથી દુકાનો બંધ કરવામાં આવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
