તૃણમૂલ સાંસદે કોંગ્રેસના મંત્રી દીપા દાસમુંશીને કહ્યા 'ડાન્સર'

કાકોલીએ એક સાર્વજનિક સભાને સંબોધતા જણાવ્યું કે ડાન્સિંગ અને મેક અપથી તમે નેતા નહી બની શકો. તૃણમૂલ કોંગ્રેસની સાંસદે કેન્દ્રીય મંત્રીને પડકાર આપ્યો છે કે તે આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની બેઠકો 19થી 1 પર લાવીને બતાવે. દાસમુંશી ઘણા પ્રસંગે આવા દાવાઓ કરતી આવી છે. દાસ્તીદારે જણાવ્યું કે તે પશ્ચિમ બંગાલની મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે લડવાનું ભૂલી જાય.
તેમણે જણાવ્યું કે હું પડકાર આપુ છું કે તે મારા મતવિસ્તારમાં આવે અને આવનાર લોકસભા ચૂંટણીમાં મને હરાવીને બતાવે. દાસમુંશીએ તૃણમૂલ સાંસદના નિવેદન પર કોઇ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે હું આવા ભડકાઉ, ખરાબ અને સસ્તા નિવેદનો પર પ્રતિક્રિયા ના આપી શકું.
આ પ્રકારના નિવેદન પશ્ચિમ બંગાળની સંસ્કૃતિની વિરૂદ્ધ છે. જે કોંગ્રેસની સંસ્કૃતિ પણ નથી. બંગાળ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે કાકોલી દાસ્તીદાર એટલા માટે દીપાદાસ મુંશીને નિશાનો બનાવી રહી છે કારણ કે તે બંગાળના કૂશાસનની સામે લડાઇ લડી રહી છે.












Click it and Unblock the Notifications
