સર્વેઃ બંગાળમાં મમતાનો જાદૂ યથાવત, PM માટે મોદી પહેલી પસંદ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલઃ લોકસભા ચૂંટણી હેઠળ પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસને સૌથી વધારે બેઠકો મળવાનો અનુમાન છે. ઇન્ડિયા ટૂડે અને CICEROના સર્વે થકી રાજ્યમાં મતદાતાઓના મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. એ અનુસાર પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીનો જાદૂ યથાવત છે, પરંતુ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સૌથી પહેલી પસંદ છે. સર્વે અનુસાર રાજ્યમાં ભાજપના મતોની ટકાવારી વધતી જોવા મળી રહી છે, પરંતુ તે બેઠકોમાં બદલાતી જોવા મળી રહી નથી. લેફ્ટ પાર્ટીઓને 7થી 11 બેઠકો મળવાનો અનુમાન છે. બીજી તરફ અન્યના ખાતામાં શૂન્યથી એક બેઠક આવી શકે છે.

mamta-benerjee-narendra-modi
સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં ભાજપના પક્ષમાં 19 ટકા મતદાતાઓ છે, તો ટીએમસીના પક્ષમાં સૌથી વધારે 35 ટકા મતદાતાઓ છે. લેફ્ટના પક્ષમાં 23 ટકા અને કોંગ્રેસના પક્ષમાં 17 ટકા મતદાતાઓ છે. સર્વે અનુસાર તૃણમૂલ કોંગ્રેસને રાજ્યમાં 23થી 27 બેઠકો મળશે તેવો અનુમાન છે. કોંગ્રેસને 6થી 10 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપે એકથી ત્રણ બેઠકોથી સંતોષ કરવો પડશે.

આ વખેત જ્યારે બંગાળના મતદાતાઓ પીએમ તરીકે કોને જોવા માગે છે, તો ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રીય જોવા મળ્યા. સર્વેમાં સામેલ 31 ટકા લોકોના મતે મોદી સારા વડાપ્રધાન સાબીત થઇ શકે છે, જ્યારે 24 ટકા લોકો મમતાન પક્ષમાં છે. 19 ટકા લોકો રાહુલ ગાંધીના જ્યારે 7 ટકા લોકો પ્રકાશ કરાતના પક્ષમાં છે. મનમોહન સિંહના પક્ષમાં ત્રણ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પક્ષમાં 2 ટકા લોકો છે.

English summary
Trinamool Congress set to bag up to 27 of 42 Lok Sabha seats in West Bengal, says India Today-Cicero poll. As many as 31 per cent of the respondents backed BJP leader Narendra Modi for the post of prime minister, 24 per cent backed Mamata Banerjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X