For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની રેલી બાદ ટીએમસી કાર્યકર્તાઓએ ગંગાજળથી મેદાનનું કર્યુ શુદ્ધિકરણ

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ભારતીય જનતા પાર્ટીની રેલી યોજાઈ હતી પરંતુ અહીં થયેલી રેલી બાદ ટીએમસી કાર્યકર્તાઓએ આ મેદાનનું શુદ્ધિકરણ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ભારતીય જનતા પાર્ટીની રેલી યોજાઈ હતી પરંતુ અહીં થયેલી રેલી બાદ ટીએમસી કાર્યકર્તાઓએ આ મેદાનનું શુદ્ધિકરણ કર્યુ છે. ટીએમસી કાર્યકર્તાઓએ ભાજપના રેલી સ્થળને ગોબરથી લીપ્યુ અને ત્યારબાદ અહીં ગંગાજળ છાંટ્યુ. વાસ્તવમાં ટીએમસીનું કહેવુ છે કે ભારતીય જનતા પાર્ટીએ અહીં રેલી કરીને લોકોમાં સાંપ્રદાયિક નફરતનો સંદેશ આપ્યો છે જેના કારણે જગ્યાને હિંદુ રિવાજથી શુદ્ધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે અહીં ભારતીય જનતા પાર્ટીની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ મેક્સિકોની વનેસા પૉન્સને માનુષી છિલ્લર પહેરાવ્યો મિસ વર્લ્ડ 2018નો તાજ, જાણો કોણ છે વનેસાઆ પણ વાંચોઃ મેક્સિકોની વનેસા પૉન્સને માનુષી છિલ્લર પહેરાવ્યો મિસ વર્લ્ડ 2018નો તાજ, જાણો કોણ છે વનેસા

tmc

ટીએમસી નેતા પંકડ ઘોષે કહ્યુ કે ભાજપે અહીં સાંપ્રદાયિક સંદેશ આપ્યો હતો. આ ભૂમિ ભગવાન મદનમોહનની છે. અમે આ જગ્યાને હિંદુ રિવાજથી શુદ્ધ કરીશુ. તમને જણાવી દઈએ કે પહેલા પ્રદેશ ભાજપ મહાસચિવ દેવશ્રી ચૌધરીએ કહ્યુ હતુ કે ભાજપ અહીં ગણતંત્રને બચાવવા માટે રેલી કાઢી રહી છે તો તેનુ અપમાન કરવામાં આવી રહ્યુ છે. લોકો તાનાશાહી સરકારને વિદાય કરવાનું મન બનાવી ચૂકી છે. મમતા સરકારની વિદાય બાદ લોકો મમતા બેનર્જીના ઘર અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયને શુદ્ધ કરશે.

આ પણ વાંચોઃ Video: રામદામ આઠવલેને ભરી સભામાં યુવકે મારી થપ્પડ, સમર્થકોએ ધોયોઆ પણ વાંચોઃ Video: રામદામ આઠવલેને ભરી સભામાં યુવકે મારી થપ્પડ, સમર્થકોએ ધોયો

મહત્વની વાત એ છે કે ટીએમસી અને ભાજપ વચ્ચે પશ્ચિમ બંગાળમાં હંમેશા ચકમક ચાલતી રહે છે. થોડા દિવસો પહેલા જલપાઈગુડીમાં ભાજપની રેલી રોકવા માટે ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ટીએમસી તેમની રેલીને રોકવાની કોશિશ કરી રહી છે. આ પહેલા આ વર્ષે જ્યારે રાજ્યમાં પંચાયતની ચૂંટણી થઈ હતી તો બીરભૂમિમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ ગઈ હતી.

English summary
TMC workers purified ground with gangajal & cow dung water in Cooch Behar after BJP held a rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X