For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાવેરી વિવાદ : તમિળનાડુએ કર્ણાટકના CM સામે SC અવમાનનાની અરજી કરી

|
Google Oneindia Gujarati News

supreme-court
નવી દિલ્હી, 10 ઑક્ટોબર : તમિળનાડુ સરકારે કાવેરી નદીમાંથી 9000 ક્યુસેક પાણી પૂરું પાડવા અંગેના ન્યાયિક આદેશની અવમાનનાને પગલે કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર અને અન્ય વ્યક્તિઓની વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે અવમાનના અરજી દાખલ કરી છે.

તમિળનાડુ સરકારના વકીલ ઉમાપતિ ગણેશના માધ્યમથી આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અદાલતના આદેશ અનુસાર 28 સપ્ટેમ્બર બાદ રાજ્યને 9000 ક્યુસેક પાણી પૂરું પાડવાનું હતું. કર્ણાટકે જાણી જોઇને તેનું ઉલ્લંઘન કર્યું છે. અરજી અનુસાર આમ કરીને કર્ણાટકે જાણી જોઇને ન્યાયાલયની અવમાનના કરી છે.

તમિળનાડુએ જણાવ્યું કે ઉચ્ચ અદાલતના આદેશ છતાં કર્ણાટકે પાણીનો પૂરવઠો આપવાનું બંધ કર્યું છે, જેના કારણે રાજ્યની સ્થિતિ વધારે ખરાબ થઇ છે.

આ વિવાદ પર પાછલી તારીખે સુનવણી દરમિયાન કર્ણાટક સરકાર તરફથી વરીષ્ઠ પ્રવક્તા ફલી નરિમને અદાલતને કહ્યું હતું કે રાજ્ય વધારે પાણી પૂરું પાડી શકે એમ નથી. અગાઉથી જ ત્યાં 13,000 ક્યુસેક વધારે જળ આપવામાં આવે છે.

ન્યાયાલયે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા કાવેરી નદી સત્તામંડળની 19 સપ્ટેમ્બરની બેઠક બાદ 28 સપ્ટેમ્બરે કર્ણાટકને આદેશ આપ્યો હતો.

English summary
Cauvery row : TN files contempt plea against Karnataka CM in SC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X