હવે સરકાર નક્કી કરશે, તમને જમવામાં કેટલો ખોરાક આપવો!

Posted By:
Subscribe to Oneindia News

હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવાના બગાડને લઇને કેન્દ્રીય ખાદ્ય પ્રધાન રામવિલાસ પાસવાને ચિંતા વ્યક્ત કરી છે. પાસવાનનું કહેવું છે કે અમારી સરકાર તે દિશામાં વિચારી રહી છે કે જેને જેટલું ખાવાની જરૂર હોય તે એટલું જ ખાય જેથી કરીને ખાવાનો બગાડ ના થાય. આ માટે તેમણે ખાદ્ય આપૂર્તિ મંત્રાલયના અધિકારીઓને એક નિર્દેશ કર્યો છે અને કહ્યું છે કે આ પર એક રૂપરેખા તૈયાર કરવામાં. જેથી તેને લાગુ કરવામાં આવે.

food

વધુમાં પાસવાને આ વાતને લઇને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે એક બેઠક પણ બોલાવી છે. જેમાં ચર્ચા કરવામાં આવશે કે હોટલ અને રેસ્ટોરેન્ટમાં પીરસવામાં આવતા ભોજનમાં કેટલી માત્રા હોવી જોઇએ જેથી ખાવાનો બગાડ રોકી શકાય. રામવિલાસ પાસવાને કહ્યું કે જો કોઇનું પેટ બે ઝીંગા ખાઇને જ ભરાઇ જતું હોય તો તેને ચાર ઝીંગા કેમ પરોસવા? આ તો ભોજન સાથે પૈસાની બગાડ છે. પાસવાને કહ્યું કે ભારતમાં અનેક લોકો ભૂખ્યા સૂવે છે તે સમયે અનાજનો આ રીતનો બગાડ ઠીક નથી. અને આ માટે કન્જ્યૂમર હિતમાં પગલા લેવા જોઇએ.

paswan

રામવિલાસ પાસવાને કહ્યું કે હાલ આ અંગે કાનૂની રીતે કોઇ નિર્ણય નથી લેવામાં આવ્યો. પણ ફૂડ ઇન્ડસ્ટ્રીના લોકો સ્વેચ્છાએ નક્કી કરે કે એક વ્યક્તિને ભોજનમાં કેટલું માત્રામાં પીરસવું જોઇએ. જો કે પાસવાને સાથે તે પણ સાફ કર્યું કે તે આની પર અત્યારે કોઇ સરકારી નિયંત્રણ નહીં નક્કી કરે.

English summary
In an attempt to stop wastage of food, the government will soon decide the portion of sizes of dishes served by hotels and restaurants.
Please Wait while comments are loading...