For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી 72મો જન્મદિનઃ જાણો કોણે કહ્યુ હતુ સોનિયાને 'Real Mother India'

આજે ભારતની જ નહિ વિશ્વની સશક્ત મહિલાઓમાં શામેલ થઈ ચૂકેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએના ચેરમેન સોનિયા ગાંધીનો 72મો જન્મદિવસ છે.

|
Google Oneindia Gujarati News

આજે ભારતની જ નહિ વિશ્વની સશક્ત મહિલાઓમાં શામેલ થઈ ચૂકેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએના ચેરમેન સોનિયા ગાંધીનો 72મો જન્મદિવસ છે. કોંગ્રેસ પક્ષ આજે સોનિયા ગાંધીને જન્મદિવસને સાંપ્રદાયિક સદભાવ દિવસ તરીકે મનાવી રહી છે. સોનિયા ગાંધીના જન્મદિવસે પીએમ મોદીએ પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યુ કે અમે તેમના લાંબા જીવન અને સ્વસ્થ જીવનની ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ. ઈટલીના એક નાના ગામની એક સામાન્ય યુવતી ભારતના સૌથી મોટા રાજકીય ઘરાનાની વહુ બનવાની આ રિઅલ સ્ટોરીમાં ઘણુ બધુ એવુ છે જેના વિશે લોકો આજે પણ વિસ્તારથી જાણવા ઈચ્છે છે.

ચાલો જાણીએ ઈટલીથી આવેલી ભારતીય વહુ વિશે ખાસ વાતો

આ પણ વાંચોઃ ફરીથી સસ્તુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવઆ પણ વાંચોઃ ફરીથી સસ્તુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ

સોનિયા ગાંધીનું અસલી નામ સોનિયા એંટોનિયા માયનો

સોનિયા ગાંધીનું અસલી નામ સોનિયા એંટોનિયા માયનો

સોનિયા ગાંધીનું અસલી નામ સોનિયા એંટોનિયા માયનો છે. 9 ડિસેમ્બર, 1946ના રોજ જન્મેલા સોનિયા ગાંધી હાલમાં રાયબરેલી, ઉત્તરપ્રદેશના સાંસદ છે. સોનિયાનો જન્મ વેનેતો, ઈટલીના ક્ષેત્રમાં વિસેન્જાથી 20 કિમી દૂર સ્થિત એક નાના ગામ લૂસિયાનામાં થયો હતો.

કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં રાજીવ ગાંધી સાથે થઈ મુલાકાત

કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં રાજીવ ગાંધી સાથે થઈ મુલાકાત

સોનિયા ગાંધીના પિતા સ્ટેફિનો માયનો એક ભૂતપૂર્વ ફાસિસ્ટ સિપાહી હતા જેમનું નિધન 1983માં થયુ હતુ. 1964માં સોનિયા કેમ્બ્રિજ વિશ્વવિધ્યાલયમાં બેલ શેક્ષણિક નિધિના ભાષા વિદ્યાલયમાં અંગ્રેજી ભાષાનું અધ્યયન કરવા ગયા હતા જ્યાં તેમની પહેલી મુલાકાત દેશના પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથે થઈ હતી. પહેલી મુલાકાત કેવી રીતે પ્રેમમાં બદલાઈ ગઈ તેની ખબર તે બંનેને પણ ન પડી.

1968માં સોનિયા-રાજીવના થયા વિવાહ

1968માં સોનિયા-રાજીવના થયા વિવાહ

1968માં બંનેના લગ્ન થયા ત્યારબાદ તે ભારતમાં રહેવા લાગ્યા. સોનિયા લગ્ન પહેલા હરિવંશ રાય બચ્ચનના ઘરે રોકાયા હતા અને હરિવંશ રાય અને તેજી બચ્ચને જ સોનિયા ગાંધીનું કન્યાદાન કર્યુ હતુ. 1983માં સોનિયાએ ભારતીય નાગરિકતા સ્વીકારી હતી.

મુનવ્વર રાણા સોનિયાને કહ્યુ હતુ, ‘ધ રીયલ મધર ઈન્ડિયા'

મુનવ્વર રાણા સોનિયાને કહ્યુ હતુ, ‘ધ રીયલ મધર ઈન્ડિયા'

વિદેશી અને બહારની મહિલાનો દંશ ઝેલનારી સોનિયા ગાંધીએ જ્યારે યુપીએં ફૂંક ભરીને સત્તામાં કમબેક કરાવ્યુ તો તેમણે પીએમ પદનો ત્યાગ કર્યો હતો તે બાદ જાણીતા શાયર મુનવ્વર રાણાએ તેમને ‘ત્યાગની દેવી' અને ‘રીયલ મધર ઈન્ડિયા' કહ્યા હતા. સોનિયાને વિશ્વની જાણીતી પત્રિકા ફોર્બ્ઝે વિશ્વની સશક્ત મહિલાઓની યાદીમાં પણ શામેલ કર્યા હતા.

આ પણ વાંચોઃ મેક્સિકોની વનેસા પૉન્સને માનુષી છિલ્લર પહેરાવ્યો મિસ વર્લ્ડ 2018નો તાજ, જાણો કોણ છે વનેસાઆ પણ વાંચોઃ મેક્સિકોની વનેસા પૉન્સને માનુષી છિલ્લર પહેરાવ્યો મિસ વર્લ્ડ 2018નો તાજ, જાણો કોણ છે વનેસા

English summary
Today is UPA Chairperson Sonia Gandhi's 72nd birthday, Read some interesting Facts about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X