વાંચો 12 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો બિકાનેરમાં રાજસ્થાનીઓ દ્વારા મહારાજા એક્સપ્રેસના મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બૉલીવુડ અભિનેત્રી નરગીસ ફકરી દ્વારા પોતાની યોગા સ્કીલ દર્શાવવામાં આવી હતી તો કોલકતામાં દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરવા આવ્યા હતા. રાજકારણની વાત કરવામાં આવે તો રાજસ્થાનના જયપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સાઇકલ પર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

ફિલ્મનું પ્રમોશન

ફિલ્મનું પ્રમોશન

કોલકતામાં પોતાની આગામી ફિલ્મ રામ લિલાનું પ્રમોશન કરવા માટે આવેલા બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદૂકોણ.

વાનખેડે સ્ટેડિયમની તૈયારી

વાનખેડે સ્ટેડિયમની તૈયારી

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ તથા સચિનની 200મી ટેસ્ટ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેને લઇને મેદાનની ચકાસણી કરવામાં આવી હતી.

કોમનવેલ્થ સેક્રેટરી સાથે શ્રીલંકન રાષ્ટ્રપતિ

કોમનવેલ્થ સેક્રેટરી સાથે શ્રીલંકન રાષ્ટ્રપતિ

22મી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ બેઠક અંતર્ગત કોમનવેલ્થના સેક્રેટરી જનરલ કમલેશ શર્માને મળી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્સે.

સીબીઆઇ ડિરેક્ટર સાથે પીસી

સીબીઆઇ ડિરેક્ટર સાથે પીસી

સીબીઆઇની એક કોન્ફરન્સમાં સીબીઆઇ ડિરેક્ટર રંજિત સિન્હા સાથે હાજર રહેલા કેન્દ્રીય નાણામંત્રી પી ચિંદમબરમ.

મહિલા 3000 મીટરના વિજેતા

મહિલા 3000 મીટરના વિજેતા

ઝારખંડના રાંચમાં સાઉથ એશિયન ફેડરેશન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મહિલા 3000 મીટર રેસમાં વિજેતા થયેલા ભારત અને શ્રીલંકાના એથ્લિટ્સ.

એનએચપીસીના જીએમ પોલીસ મથકે

એનએચપીસીના જીએમ પોલીસ મથકે

સોંતિપુર પોલીસ મથકે હાજર થયેલા એનએચપીસી 800 મેગાવોટ પાવર પ્રોજેક્ટના જનરલ મેનેજેર અનિલ કુમાર અગ્રવાલ.

ટ્રેન રોકી

ટ્રેન રોકી

શ્રીલંકામાં યોજાનારી બેઠકમાં ભારત ભાગ લેવાનુ હોવાને લઇને વિવિધ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ટ્રેન રોકવામાં આવી હતી.

સાઇકલ લઇને પહોંચ્યા નેતા

સાઇકલ લઇને પહોંચ્યા નેતા

જયપુરના વિદ્યાધર નગરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહેલા સમાજવાદી પાર્ટીને નેતા સાઇકલ લઇને પહોંચ્યા હતા.

 પ્રવાસીનું સ્વાગત

પ્રવાસીનું સ્વાગત

બિકાનેરમાં મહારાજા એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરી રહેલા રાજસ્થાની.

આઇએમનો આંતકવાદી

આઇએમનો આંતકવાદી

નવી દિલ્હીમાં પટિયાલા હાઉસ કોર્ટમાં ઇન્ડિયન મુઝાહિદ્દિનના આંતકવાદી યાસિન ભટકળને રજુ કરવામાં આવ્યો હતો.

નરગીસની યોગા ક્લાસ

નરગીસની યોગા ક્લાસ

બેંગ્લોરમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં પોતાની યોગ સ્કીલને દર્શાવી રહેલી બૉલીવુડ અભિનેત્રી નરગીસ ફકરી.

કોલકતામાં ફાયરિંગના આરોપી

કોલકતામાં ફાયરિંગના આરોપી

કોલકતામાં કરવામાં આવેલા ફાયરિંગમાં બે લોકોના મોત નીપજ્યા હતા, તેના આરોપીને પોલીસે કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.

શિક્ષણ માટે ફંડ

શિક્ષણ માટે ફંડ

ગઝલ ગાયક ભુપિંદર સિંહ, તેમના પત્ની અને પંકજ ઉધાસ ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુસર એક કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને મળ્યા હતા.

ભારત-પાક ક્રિકેટર મળ્યા

ભારત-પાક ક્રિકેટર મળ્યા

ઇન્ડિયા ટૂડે દ્વારા સેલ્યુટ સચિન કોન્કલેવનું મુંબઇમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ શોએબ અખ્તર અને ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી સુરેશ રૈના એકબીજાને મળ્યા હતા.

રોયલ બેંગોલ ટાઇગર

રોયલ બેંગોલ ટાઇગર

ગુવાહાટીના આસામ સ્ટેટ ઝુમાં મસ્તી કરી રહેલા રોયલ બેંગોલ ટાઇગર.

ડિમોલિશન વિરુદ્ધ પ્રદર્શન

ડિમોલિશન વિરુદ્ધ પ્રદર્શન

મુંબઇના કમ્પા કોલા કમ્પાન્ડમાં ડિમોલિશન વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા મુંબઇવાસીઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X