વાંચો 14 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ક્રિકેટ અંગે વાત કરીએ તો ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર વાનખેડેમાં પોતાની અંતિમ અને કારકિર્દીની 200મી ટેસ્ટ રમી રહ્યાં છે. જેને લઇને મુંબઇમાં ક્રિકેટ ફીવર છવાયેલો છે. રાજકારણ અંગે વાત કરવામાં આવે તો દિલ્હીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષ વર્ધન અને કોંગ્રેસના મુખ્યમંત્રી શીલા દીક્ષિત દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

લોઢી ગાર્ડનમાં કેમરોન

લોઢી ગાર્ડનમાં કેમરોન

ભારત આવેલા બ્રિટિશના વડા પ્રધાન ડેવિડ કેમરોને લોઢી ગાર્ડનની મુલાકાત લીધી હતી.

ડેવિડ કેમરોન સાથે વડા પ્રધાન

ડેવિડ કેમરોન સાથે વડા પ્રધાન

નવી દિલ્હીમાં બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરોન સાથે બેઠક કરી રહેલાં ભારતના વડા પ્રધાન મનમોહન સિંહ.

ઇયુ મ્યાનમાર ટાક્સ ફોર્સની સેરેમની

ઇયુ મ્યાનમાર ટાક્સ ફોર્સની સેરેમની

મ્યાનમારમાં પહેલી ઇયુ મ્યાનમાર ટાસ્ક ફોર્સની સેરેમનીમાં હાજર રહેલા મ્યાનમારના વિરોધપક્ષના નેતા ઔગ સાન સુ કી અને ટોપ ઇયુ ડિપ્લોમેટ કેથરિન એસ્ટોન.

સચિનની સ્પેશિયલ પોસ્ટલ સ્ટેમ્પ

સચિનની સ્પેશિયલ પોસ્ટલ સ્ટેમ્પ

વાનખેડે સ્ટેડિયમમાં સચિનની સ્પેશિયલ પોસ્ટલ સ્ટેમ્પને રજુ કરી રહેલા કેન્દ્રિય મંત્રી કપીલ સિબ્બલ.

જવાહરલાલ નહેરુને અંજલિ

જવાહરલાલ નહેરુને અંજલિ

નવી દિલ્હી ખાતે શાંતિ વનમાં જવાહરલાલ નહેરુને તેમની 124મી જન્મ જંયતિ નીમિતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અંજલિ અર્પવામાં આવી હતી.

શીલા દીક્ષિતે ભર્યું ઉમેદવારી પત્ર

શીલા દીક્ષિતે ભર્યું ઉમેદવારી પત્ર

નવી દિલ્હીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવેલા દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત.

33મે ભારત ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર

33મે ભારત ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર

નવી દિલ્હીમાં 33માં ભારત ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

રેલ રોકો આંદોલન

રેલ રોકો આંદોલન

CHOGM બેઠકમાં ભારતે લીધેલા ભાગનો વિરોધ કરી રહેલા બાર એસોસિએશનના સભ્યોએ ટ્રેન રોકી હતી.

ઉમેદવારી પત્ર ભરવા આવેલા ભાજપના નેતા

ઉમેદવારી પત્ર ભરવા આવેલા ભાજપના નેતા

નવી દિલ્હીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલા ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષ વર્ધન અને પાર્ટીના નેતા વિજય ગોએલ.

નૃત્ય મહોત્સવ

નૃત્ય મહોત્સવ

ગોવામાં નૃત્ય મહોત્સવ 2013માં પરફોર્મ કરી રહેલા બૉલીવુડ અભિનેત્રી અને ભરતનાટ્યમ ડાન્સર વૈજયંતિમાલા બાલી.

 સચિનને ટી શર્ટ

સચિનને ટી શર્ટ

વેસ્ટ ઇન્ડિઝના સુકાની ડેરેન સામીએ ટીપ વતી સચિન તેંડુલકરને એક ટી શર્ટ ભેટમાં આપી હતી.

સચિનના કોચ રમાકાંત આચરેકર

સચિનના કોચ રમાકાંત આચરેકર

સચિનની અંતિમ અને 200મી મેચ નિહાળવા માટે આવેલા તેમના કોચ રમાકાંત આચરેકર. તેમને મળી રહેલા સચિનના પત્ની અંજલિ તેંડુલકર.

મેચ નિહાળવા આવ્યા સચિનના માતા

મેચ નિહાળવા આવ્યા સચિનના માતા

મુંબઇમાં સચિન તેંડુલકરની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ નિહાળવા માટે તેમના માતા આવ્યા હતા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X