વાંચો 21 ઓક્ટોબરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો પોલીસ સંભારણા દિવસે દેશના વિવિધ ભાગોમાં પોલીસ કર્મીઓ કે જેઓ ફરજ દરમિયાન શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તેમજ એનસીપીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના નેતા ગોપીનાથ મુંડેનો વિરોધ કરવામાં આવ્યો હતો, તો દિલ્હી ભાજપ પ્રમુખ વિજય ગોએલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

મનમોહન સિંહને ઓનર

મનમોહન સિંહને ઓનર

મોસ્કોમાં એમજીઆઇએમઓ યુનિવર્સિટી દ્વારા મનમોહન સિંહને માનદ પદવી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોલીસ પરેડ

પોલીસ પરેડ

નવી દિલ્હીમાં પોલીસ સંભારણા દિવસે પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ પરેડ કરવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

કોમનવેલ્થ જૂનિયર ઇલેક્શન

કોમનવેલ્થ જૂનિયર ઇલેક્શન

નવી દિલ્હીમાં કમનવેલ્થ જૂનિયર ઇલેક્શન પ્રોફેશનલ્સના લોન્ચ દરમિયાન સંબોધન કરી રહેલી ચીફ ઇલેક્શન કમિશનર વીએસ સંપથ.

મોહન ભાગવત સાથે મુલાકાત

મોહન ભાગવત સાથે મુલાકાત

કોચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત સાથે મુલાકાત કરી રહેલા નિવૃત જજ વીઆર ક્રિષ્ના ઐયર.

ટ્રેડિશનલ પંખા

ટ્રેડિશનલ પંખા

નવી દિલ્હીમાં ફૂલ વાલો કી સેઇર 2013ના ઉદ્ધાટન સમયે ટ્રેડિશનલ પંખો પકડી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત.

સ્પોર્ટ કાર્નિવલમાં સાનિયા મિર્ઝા

સ્પોર્ટ કાર્નિવલમાં સાનિયા મિર્ઝા

ભોપાલમાં સ્પોર્ટ કાર્નિવલમાં હાજરી આપવા આવેલી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા.

પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલું મોર્ટર શેલ

પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલું મોર્ટર શેલ

પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલા મોર્ટર શેલને દર્શાવી રહેલા રામગઢના નિવાસીઓ.

રશિયન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

રશિયન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

મોસ્કોમાં એક બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે હસ્ત ધૂનૂન કરી રહેલા ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ.

ગાઢ ધૂમ્મસ

ગાઢ ધૂમ્મસ

ચીનના હાર્બિનમાં ગાઢ ધૂમ્મસમાં માસ્કનો સહારો લઇ રહેલી ચાઇનિઝ મહિલા.

વિજય ગોએલની પત્રકાર પરિષદ

વિજય ગોએલની પત્રકાર પરિષદ

નવી દિલ્હીમાં દિલ્હી ભાજપના પ્રમુખ વિજય ગોએલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

નેતાજીના ફોલોઅર્સની રેલી

નેતાજીના ફોલોઅર્સની રેલી

કોલકતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મતિથિ નિમિત્તે તેમના ફોલોઅર્સ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોપીનાથ મુંડેનો વિરોધ

ગોપીનાથ મુંડેનો વિરોધ

એનસીપીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના નેતા ગોપીનાથ મુંડેનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુંડેએ શરદ પવાર વિરુદ્ધ નિવેદન કર્યું હતું.

ઓકોલામાં ખેડૂતોની બેઠક

ઓકોલામાં ખેડૂતોની બેઠક

ઓકોલામાં ખેડૂતોની બેઠકમાં હાજર રહેલા કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવાર.

નેતાજીને શ્રદ્ધાંજલિ

નેતાજીને શ્રદ્ધાંજલિ

કોલકતા નજીક હોરવા શહેર ખાતે નેતાજી સુભાષ ચન્દ્ર બોઝની 70મી જન્મ તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી.

ગોલ્ડ જ્વેલરી કલેક્શન

ગોલ્ડ જ્વેલરી કલેક્શન

કોલકતામાં ફેશન શો દરમિયાન દૂર્ગા માતાથી પ્રેરિત થઇને તૈયાર કરવામાં આવેલા ગૌરી ગોલ્ડ જ્વેલરી કલેક્શનને પ્રદર્શિત કરી રહેલી અભિનેત્રી ઉશાસિ ચક્રવર્તી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X