વાંચો 25 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મતદાન કર્યું હતું. બીજી તરફ જાસૂસી કેસમા ન્યાયિક તપાસ માટે મહિલા કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે બેઠક કરવામાં આવી હતી. બૉલીવુડ અંગે વાત કરવામાં આવે તો એક એવોર્ડ સમારોહમાં દીપીકા પાદૂકોણ અને રણવીર સિંહે હાજરી આપી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

શિવરાજ સિંહે કર્યું મતદાન

શિવરાજ સિંહે કર્યું મતદાન

રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, તેમના પત્ની સાધના સિંહ અને પુત્ર કાર્તિકેયે સીહોરના જૈત ગામમાં મતદાન કર્યું.

નવો વિશ્વ ચેસ ચેમ્પિયન

નવો વિશ્વ ચેસ ચેમ્પિયન

ચેન્નાઇ ખાતે યોજાયેલી એફઆઇડીઇ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2013ના વિજેતા નોર્વેના માગ્નુસ કાર્લેસને પોતાનો વિજયી ચંદ્રક દર્શાવ્યો હતો.

કૉઇઅર બોર્ડની ડાયમંડ જ્યુબિલી

કૉઇઅર બોર્ડની ડાયમંડ જ્યુબિલી

નવી દિલ્હીમાં કૉઇઅર બોર્ડની ડાયમંડ જ્યુબિલી માટે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાજરી.

જાસૂસી કેસમાં ન્યાયિક તપાસની માગ

જાસૂસી કેસમાં ન્યાયિક તપાસની માગ

નવી દિલ્હીમાં મહિલા કાર્યકર્તાઓને એનજીઓના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે મુલાકાત કરી હતી અને જાસૂસી કેસમાં ન્યાયિક તપાસની માગ કરી હતી.

રાહુલ ગાંધીને તલવારની ભેટ

રાહુલ ગાંધીને તલવારની ભેટ

કોર્પોરેટ અફેર્સના રાજ્યકક્ષાના મંત્રી સચિન પાઇલોટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને એક તલવાર ભેટમાં આપી હતી.

કોર્ટમાં પેશી

કોર્ટમાં પેશી

કોલકતામાં શોર્ટ સ્ટ્રીફ ફાયરિંગ કેસમાં ત્રણ મહિલાઓને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી.

યુનાઇટેડ આંધ્ર માટે મુંબઇમાં

યુનાઇટેડ આંધ્ર માટે મુંબઇમાં

વાઇએસઆર કોંગ્રેસના પ્રમુખ વાઇએસ જગનમોહન રેડ્ડી યુનાઇટેડ આંધ્ર પ્રદેશના સંદર્ભમાં વિવિધ પાર્ટીના મુખિયાઓને મળવા માટે મુંબઇ આવ્યા હતા.

એવોર્ડ સમારોહમાં રામ લીલા

એવોર્ડ સમારોહમાં રામ લીલા

મુંબઇમાં એક એવોર્ડ સમારોહમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને અભિનેતા રણવીર સિંહે હાજરી આપી હતી.

રેખા સાથે ગુલઝાર

રેખા સાથે ગુલઝાર

મુંબઇમાં એક ઇવેન્ટ દરમિયાન એક બીજા સાથે વાર્તાલાપ કરી રહેલા બૉલીવુડ સેલિબ્રિટી ગુલઝાર અને રેખા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X