વાંચો 26 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી વનડે પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ફ્લેચર વચ્ચે ખાસી ચર્ચા થઇ હતી. તેમણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ રાજકારણ અંગે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી સંબંધિત પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

બેલ્જિયમના પ્રિન્સેસ મુંબઇમાં
મુંબઇમાં એચઆરડી એન્ટ્વ્રેપ ડાઇમંડ લેબની મુલાકાતે આવેલા બેલ્જિયમના પ્રિન્સેસ એસ્ટ્રિડ અને દેશના ઉપપ્રધાનમંત્રી.

ભાજપનું ઘોષણાપત્ર
નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરવામા આવ્યું હતું. જેમાં પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, વિજય કુમાર મલ્હોત્રા, નિતિન ગડકરી, હર્ષ વર્ધન અને વિજય ગોએલ હાજર રહ્યાં હતા.

એક તરફ વોલ્કેનો એક તરફ રાઇડ
ઇન્ડોનેશિયાના નોર્થ સુમાત્રાના ટિગા પાંકુર ખાતે એક તરફ વોલ્કેનો છે તો બીજી તરફ એક મોટરિસ્ટ પોતાની બાઇકને ચલાવી રહ્યો છે.

બેંગ્લોરમાં ઇમારત ધરાશયી
બેંગ્લોરના અબુગોડી વિસ્તારમાં એક ઇમારત ધરાશયી થઇ હતી, જ્યાં ફાયર બ્રિગેડના જવાનો અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

નવા પાવર કર્ટાઇલમેન્ટ શિડ્યૂલનો વિરોધ
શ્રીનગરના શહીદ ગુંજ ખાતે નવા પાવર કર્ટાઇલમેન્ટ શિડ્યૂલના વિરોધમાં લોકોએ રસ્તો રોક્યો હતો.

મુંબઇ હુમલાના પીડિતોને શ્રદ્ઘાંજલિ
મુંબઇમાં 26/11ના રોજ થયેલા આતંકી હુમલામા માર્યા ગયેલા નિર્દોષોને પોલીસ કર્મચારીઓ અને મુંબઇવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

ધૂમ્મસ ભરી સવાર
શિયાળામાં શ્રીનગરમાં કંઇક આ પ્રકારની ધૂમ્મસ ભરી સવાર જોવા મળે છે.

વિન્ડીઝ સામે જીતવાની વ્યૂહ રચના
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ફ્લેચરે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વ્યૂહ રચના પર ચર્ચા કરી હતી.

લોકો સાથે ચર્ચા
દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ગોલ્ફ લીંક ખાતે લોકો સાથે ચર્ચા કરી હતી.

આરૂષિ કેસમાં સજા
આરૂષિ અને હેમરાજ હત્યા કેસમાં ડોક્ટર રાજેશ તલવાર અને નૂપુર તલવારને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી હતી.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા





Click it and Unblock the Notifications
