For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો 28 નવેમ્બરે કઇ-કઇ બાબતો રહી ખાસ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો રાજકારણ અંગે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અજેમરમાં એક ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી. ક્રિકેટ અંગે વાત કરીએ તો સચિન તેંડુલકર અને યુનીસેફ દ્વારા એક પરિષદ સંબોધવામાં આવી હતી, જ્યારે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જયપુરમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે આવે હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

આઇડિયાની કોન્ફરન્સમાં દુર્ગા જસરાજ

આઇડિયાની કોન્ફરન્સમાં દુર્ગા જસરાજ

હૈદરાબાદ ખાતે આંધ્ર પ્રદેશ આઇડિયા સેલ્યુલર, ચીફ ઓપરેટિંગ ઓફિસર રામક્રિષ્ના બી સાથે દુર્ગા જસરાજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી.

અકાલી દળ સાથે શીલા દીક્ષિત

અકાલી દળ સાથે શીલા દીક્ષિત

નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ કરી રહેલા અકાલી દળની યુવા પાંખ સાથે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત.

યુનીસેફના બ્રાન્ડ એમ્બેસેડર

યુનીસેફના બ્રાન્ડ એમ્બેસેડર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે યુનિસેફ ભારતના રીપ્રેઝ્ન્ટેટિવ કારિન હુલસોફ દ્વારા એક પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. નોંધનીય છે કે, સચિન તેંડુલકર સાઉથ એશિયા માટે યુનીસેફનો એમ્બેસેડર છે.

પૂણે એર બેસની મુલાકાત

પૂણે એર બેસની મુલાકાત

પૂણે સ્થિત એર બેસની મુલાકાતે આવેલા એર ચીફ માર્શલ એનએકે બ્રાઉન અને એર સ્ટાફના ચીફ.

ઇલેક્શન અવરેનેસ

ઇલેક્શન અવરેનેસ

બિકાનેરમાં ઇલેક્શન અવેરનેસના સંદર્ભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારે હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી.

ભાજપના સમર્થકો

ભાજપના સમર્થકો

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા અજમેરમાં ચૂંટણી રેલી સંબોધવામાં આવી હતી. તે સમયે ભાજપના સમર્થકોમાં ઉત્સાહ જણાઇ રહ્યો હતો.

ઝોનના 150 વર્ષ

ઝોનના 150 વર્ષ

મુંબઇના ચર્ચગેટ રેલવે સ્ટેશન પર ઝોનને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોઠવવામાં આવેલા એક એક્ઝિબિશનને નિહાળી રહેલા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર હેમંત કુમાર.

અજમેરમાં મોદીની રેલી

અજમેરમાં મોદીની રેલી

અજમેરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા રેલી સંબોધવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરા જોધપુરમાં

પ્રિયંકા ચોપરા જોધપુરમાં

જોધપુરમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એરપોર્ટ પર પહોંચી હતી, તે વેળાની તસવીર.

ફાઇનલ ટચ

ફાઇનલ ટચ

કોલકતામાં લાકડામાંથી બનાવવામાં આવેલા ક્રિએશનને ફાઇનલ ટચ આપી રહેલો વૂડન આર્ટિસ્ટ.

English summary
here is some top news with photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X