મોબાઇલ ફોનના કારણે દેશમાં થઇ રહ્યા છે રેપ: આજમ ખાન
યુપી કેબિનેટના મોટા નેતા એવા આજમ ખાંએ દેશમાં નાના બાળકો સાથે વધી રહેલા રેપની ધટનાઓ માટે મોબાઇલ ફોનને જવાબદાર ગણાવ્યા છે.
તેમના સંસદીય ક્ષેત્રમાં મીડિયાથી વાત કરતા આજમ ખાં કહ્યું કે મોબાઇલ તેવું ડિવાઇઝ છે જેમાં પૈસા ખર્ચ્યા વગર બહુ બધી ગંદી વસ્તુઓ ડાઉનલોડ કરી શકાય છે. જેને બાળકો ખૂબ ઉત્સુકતાથી જુએ છે અને તેના કારણ છે નાની નાની છોકરીઓની સાથે ગંદા કામ કરે છે.

આજમ કહ્યું કે નાના નાના બાળકો ગંદી વસ્તુઓ (એડલ્ટ ફિલ્મો) ડાઉનલોડ કરી લે છે. મારી જાણકારીમાં આવ્યું છે કે આમાં તેવી ફિલ્મોમાં પણ ડાઉનલોડ થાય છે જેમાં બે-ત્રણ વર્ષની છોકરીઓ સાથે રેપના દ્રશ્યોને પણ બતાવામાં આવે છે. મારી નજરે આ અશ્લીલ અને ગંદા કામો માટે મોબાઇલ ફોન જવાબદાર છે.












Click it and Unblock the Notifications
