For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાતે 8 વાગે પીએમ મોદી કરી શકે છે કંઈ મોટુ એલાન, લાગી રહી છે અટકળો

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો અને લોકોમાં ફેલાયેલ ડરને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(19 માર્ચ) રાતે 8 વાગે દેશને સંબોધિત કરવાના છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો અને લોકોમાં ફેલાયેલ ડરને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(19 માર્ચ) રાતે 8 વાગે દેશને સંબોધિત કરવાના છે. પીએમ મોદીના સંબોધનમાં પહેલેથી જ તેમના ભાષણ વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી 168 કેસ સામે આવ્યા છે જ્યારે 3 સંક્રમિત લોકોના જીવ ગયા છે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદી આજે કંઈક મોટુ એલાન કરી શકે છે.

ભારતમાં કોરોના વાયરસ માટે દહેશત

ભારતમાં કોરોના વાયરસ માટે દહેશત

કોરોના વાયરસથી દુનિયાના લગભગ 140થી વધુ દેશ પ્રભાવિત થઈ ચૂક્યા છે. વળી, ચીનથી નીકળેલો આ વાયરસ અત્યારે ભારત સહિત ઘણા પડોશી દેશોને પણ પોતાની ચપેટમાં લઈ ચૂક્યો છે. કેસ વધવા સાથે સાથે લોકોમાં ડરનો માહોલ છે. ચારેતરફ ખળભળાટ છે. એવામાં આજે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરવા જઈ રહ્યા છે જે વિશે અટકળો લગાવવામાં આવી રહી છે કે તે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી શકે છે.

કોરોના વાયરસ પર કરી હતી બેઠક

કોરોના વાયરસ પર કરી હતી બેઠક

વૈશ્વિક સ્તર પર મહામારી ઘોષિત થઈ ચૂકેલ આ જાનલેવા વાયરસ (કોવિડ-19) વિશે પીએમ મોદીએ બુધવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. આ મીટિંગમાં ઘણી અધિકારી શામેલ થયા. પીએમ મોદીએ દેશમાં હોસ્પિટલોની વ્યવસ્થા, સેમ્પલ ચેકિંગ સેન્ટર, બધા યા6ઓ વિશે માહિતી લીધી. બેઠક પૂરી થયા બાદ પીએમ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યુ કે ગુરુવારે રાતે 8 વાગે પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરશે.

રાતે 8 વાગે જ પીએમ મોદીએ કર્યા છે ઘણા મોટા એલાન

રાતે 8 વાગે જ પીએમ મોદીએ કર્યા છે ઘણા મોટા એલાન

પીએમ મોદીના સંબોધન પહેલા મોટી મોટી અટકળો લગાવવામાં આવી રહી છે જે કોઈ આશ્ચર્ય નથી કારણકે પ્રધાનમંત્રીએ આ પહેલા પણ ઘણા મોટા એલાન રાતે 8 વાગે જ કર્યા છે. જેમાં નોટબંધી અને સ્પેસ મિસાઈલ લૉન્ચ સૌથી મોટા એલાન હતા. આ કારણથી જ કોરોના વાયરસ વિશે થનારા પીએમ મોદીના સંબોધન માટે કહેવાઈ રહ્યુ છે કે પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં લોકોને લૉકડાઉનની અપીલ કરી શકે છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

તમને જણાવી દઈએ કે દેશભરમાં મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 47 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યુ કે મુંબઈમાં એક 22 વર્ષની મહિલા કોરોના વાયરસથી પૉઝિટીવ હતી. આ ઉપરાંત ઉલ્હાસનગરમાં એક 49 વર્ષની મહિલાનો રિપોર્ટ પણ પૉઝિટીવ આવ્યો છે. આ મહિલા દુબઈથી પાછી આવી હતી.

આ પણ વાંચોઃ નિક સાથે છેલ્લા 8 દિવસથી આઈસોલેશનમાં છે પ્રિયંકા ચોપડા, શેર કર્યા વીડિયોઆ પણ વાંચોઃ નિક સાથે છેલ્લા 8 દિવસથી આઈસોલેશનમાં છે પ્રિયંકા ચોપડા, શેર કર્યા વીડિયો

English summary
Tonight PM Modi can make some big announcement due to Coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X