સુપરમેન કહીં અરુણ જેટલીને ભાજપના નેતાએ માર્યો ટોંટ

Written By:
Subscribe to Oneindia News

જે નોટબંધી અને GST ના દમ પર કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવાની રણનીતિ બનાવી રહી હતી તેની પર ભાજપના જ એક નેતાએ હુમલો બોલ્યો છે. જીડીપી અને નબળી થઇ રહેલી અર્થવ્યવસ્થાના કારણે હવે ભાજપને વિપક્ષ તો સંભાળાવી રહ્યો જ છે ભાજપના નેતાઓનો પણ વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ જ સરકારના આ નિર્ણય માટે હવે અરુણ જેટલી અને નરેન્દ્ર મોદીના વાંક કાઢવાની શરૂઆત કરી છે.

યશંવત સિંહા

યશંવત સિંહા

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને અટલ બિહારી સરકારના મંત્રી જેમણે પોતે પણ નાણાં મંત્રાલય સંભાળ્યું છે તેવા યશંવત સિંહાએ નાણાં પ્રધાન અરુણ જેટલીનો વાંક નીકાળતા મોદી સરકારના નોટબંધીના નિર્ણયને આલોચના કરી છે. યશંવત સિંહાએ નોટબંધીથી જે જીડીપીમાં ઘટાડો થયો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જેટલીને શું કહ્યું?

જેટલીને શું કહ્યું?

એક અંગ્રેજી છાપામાં પ્રકાશિત થયેલા લેખમાં સિંહાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કહે છે કે તેમણે ગરીબીને નજીકથી જોઇ છે. ત્યારે લાગે છે કે તેમના નાણાં મંત્રી તેવું કામ કરી રહ્યા છે કે ભારતના તમામ ભારતીયોને પણ આ જ રીતે ગરીબીને નજીકથી જોવાનો અવસર મળે!

GST

GST

સિંહાએ આ લેખમાં લખ્યું છે કે આજે ના તો નોકરી મળી છે ના જ વિકાસ થઇ રહ્યો છે. રોકણ પણ ઓછું થયું છે અને જીડીપી પણ. જીએસટીને ઠીક રીતે લાગુ કરવામાં નથી આવી જેના કારણે નોકરી અને વેપાર પર પણ મોટી અસર પડી છે. અહીં નોંધનીય છે કે યશંવત સિંહાનો પુત્ર જયંત સિંહા હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામ કાજ સંભાળી રહ્યા છે.

લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી

સિંહાએ કહ્યું કે જેટલી આ સરકારનો સૌથી મહત્વનો ચહેરો છે. લોકસભાની સીટ હાર્યા પછી પણ તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે મેં પણ નાણાં મંત્રાલય સંભાળ્યું છે. અને તેમાં 24 કલાક કામ રહે છે. જેને જેટલી જેવા સુપરમેન નહીં સંભાળી શકે. તેમણે કહ્યું કે સરકારે 2015માં જીડીપી નક્કી કરવાની વિધિ બદલી દીધી હતી. જો જૂના નિયમોનું માનીએ તો હાલ જે 5.7ની જીડીપી છે તે ખરેખરમાં 3.7 ટકાની જીડીપી છે. જે ચિંતાજનક વાત છે.

English summary
Bjp leader yashwant sinha comments on pm modi finance minister arun jaitley.
Please Wait while comments are loading...